<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

અમદાવાદમાં SOG પોલીસની મોટી કાર્યવાહી : જાણીતી બ્રાન્ડની સિગારેટનાં ડુપ્લીકેટ 6,900 પેકેટનો રૂ.8.62 લાખનો મુદામાલ જપ્ત

મણિનગર અને કાલુપુર વિસ્તારમાં આવેલી દુકાનોમાં તપાસ: મહેશ સેલ્સ એજન્સી અને દેવ ટ્રેડર્સમાં દરોડા: પોલીસે સોભરાજ કેવલાનીની ધરપકડ કરી

અમદાવાદમાં ડુપ્લિકેટ સિગારેટના જથ્થાને લઈને SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા જાણીતી બ્રાન્ડની સિગારેટનાં 6,900 પેકેટ જપ્ત કરવામાં આવ્યાં છે. જપ્ત કરાયેલા સિગારેટના જથ્થાની કિંમત અંદાજે 8.62 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. SOG પોલીસે મણિનગર અને કાલુપુર વિસ્તારમાં આવેલી દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મહેશ સેલ્સ એજન્સી અને દેવ ટ્રેડર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સોભરાજ કેવલાનીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.

(6:48 PM IST)