તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ગુજરાત સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં મોટાપાયે આંતરિક ફેરબદલ : નાયબ સચિવ સંવર્ગના અધિકારીઓની નિમણૂક અને કામગીરીની નવી ફાળવણી કરાઈ : જુઓ સૂચિ
બઢતી અને બદલી પામેલા છ જેટલા નાયબ સચિવોને વિવિધ શાખાઓનો હવાલો સોંપાયો : હંગામી ધોરણે બઢતી પામેલા અધિકારીઓને પે મેટ્રીક્સ લેવલ-૧૨ મુજબ નવી જવાબદારીઓ સોંપતી રાજ્ય સરકાર

ગાંધીનગર: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવાના અધિકારીઓની બદલી અને બઢતી બાદ તેઓની નવી જગ્યાઓ પર નિમણૂક આપતો મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. તારીખ ૨૮/૦૪/૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી સૂચના અનુસાર, સંયુક્ત અને નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને નવી કામગીરી સોંપવામાં આવી છે. જેમાં અગાઉની અધિસૂચના મુજબ અન્ય વિભાગોમાંથી બદલી થઈને આવેલા અને ઉપસચિવમાંથી નાયબ સચિવ તરીકે હંગામી બઢતી પામેલા અધિકારીઓનો સમાવેશ થાય છે.
બદલી થઈને આવેલા અધિકારીની નિમણૂક:
અન્ય વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગ ખાતે બદલી પામેલા નાયબ સચિવને તપાસ એકમની જવાબદારી સોંપવામાં આવી છે:
હિના આર. શારડા: તેઓની નિમણૂક નાયબ સચિવ (તપાસ) તરીકે કરવામાં આવી છે અને તેઓ તપાસ એકમની કામગીરી સંભાળશે.
બઢતી પામેલા અધિકારીઓની નિમણૂક અને વિગતો:
ઉપસચિવ સંવર્ગમાંથી નાયબ સચિવ તરીકે બઢતી પામેલા પાંચ અધિકારીઓને ૨૮ એપ્રિલથી નવી જગ્યાઓ પર હાજર કરી કામગીરી સોંપાઈ છે:
જૈમિન બી. શાહ: તેઓને નાયબ સચિવ (સેવા) તરીકે નીમવામાં આવ્યા છે, જેઓ ગ અને ગ-૧ શાખાની કામગીરી સંભાળશે.
વર્ષાન્ત એસ. રંભાપુરવાલા: તેઓને મુખ્યસચિવના કાર્યાલયમાં નાયબ સચિવ (આયોજન પ્રભાગ) તરીકે નિમણૂક અપાઈ છે.
દીપ એમ. પટેલ: તેઓને નાયબ સચિવ (ચૂંટણી) તરીકે ચૂંટણી પ્રભાગની જવાબદારી સોંપાઈ છે.
ભગવતસિંહ જે. ગોહિલ: તેઓને નાયબ સચિવ (બજેટ/સંકલન) તરીકે લ (બજેટ), ટ (સંકલન), રોકડ-૧, રોકડ-૨, બુથ તથા ગ-૪ શાખાની કામગીરી સોંપવામાં આવી છે.
અલ્કેશકુમાર જી. ચૌધરી: તેઓને નાયબ સચિવ (HRMS) તરીકે નિમણૂક આપી HRMS Cell અને ટ-૧ શાખાની જવાબદારી સોંપાઈ છે.
કામગીરીમાં ફેરફાર અને મુક્તિ:
નવી નિમણૂકોને પગલે અન્ય કેટલાક અધિકારીઓની કામગીરીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે:
ગ-૧ સેલની કામગીરી હવે મેહુલ કે. વસાવા (નાયબ સચિવ - કૅબિનેટ અને જીપીએસસી સંકલન) એ જોવાની રહેશે.
સંયુક્ત સચિવ રોનક મહેતાને HRMS Cell ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
ઉપસચિવ જગદીશકુમાર ગોહિલને નાયબ સચિવ, ટ-૧ શાખાની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આ હુકમો રાજ્યપાલના આદેશથી સરકારના સંયુક્ત સચિવ રોનક મહેતા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
