<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

કડી તાલુકાના અગોલ ગામમાં એક મકાન તોડી પાડવાની કાર્યવાહીને પગલે મોટો વિવાદ અને હોબાળો

તંત્ર દ્વારા તેના જ મકાનનું દબાણ તોડી પાડવામાં આવતાં રાજકીય અદાવતમાં આ કાર્યવાહી કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ થયો

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં એક મકાન તોડી પાડવાની કાર્યવાહીને પગલે મોટો વિવાદ અને હોબાળો સર્જાયો છે. ગામના જ સલીમ નામના વ્યક્તિનું ગેરકાયદે દબાણ દૂર કરવા માટે જે શખ્સે અરજી કરી હતી, તંત્ર દ્વારા તેના જ મકાનનું દબાણ તોડી પાડવામાં આવતાં રાજકીય અદાવતમાં આ કાર્યવાહી કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. 

 આ મામલે તાલુકા સદસ્યના પતિએ દાવો કર્યો છે કે આ કામગીરી ચોમાસામાં પાણીના નિકાલ માટે કરવામાં આવી છે, સાથે જ તેમણે ગામમાં ૮૦ ટકા જેટલા ગેરકાયદે દબાણો હોવાનો સ્વીકાર પણ કર્યો છે. એક દબાણ હટાવવાના મુદ્દે ગામમાં બે જૂથો આમનેસામને આવી જતાં વાતાવરણ ગરમ થઈ ગયું છે, જ્યારે બીજી તરફ ગ્રામજનો દ્વારા કોઈપણ પક્ષપાત વગર ગામના તમામ ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર કરવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

 

 

(10:37 PM IST)