તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
નવરચિત વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી
વાવ-થરાદ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા કુલ 213 તલાટી કમ મંત્રીઓની બદલીના સત્તાવાર હુકમ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવરચિત વાવ-થરાદ જિલ્લા પંચાયત હવે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
વાવ-થરાદ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા કુલ 213 તલાટી કમ મંત્રીઓની બદલીના સત્તાવાર હુકમ કરવામાં આવ્યા છે. આ તમામ બદલીઓ કર્મચારીઓની પોતાની વિનંતી અને આપેલા વિકલ્પોના આધારે કરવામાં આવી છે. કર્મચારીઓની પોતાની ઈચ્છા મુજબ બદલી હોવાથી નિયમ મુજબ કોઈપણ કર્મચારીને બદલી ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં.
તાત્કાલિક અમલ: તમામ તલાટીઓને કોઈ પણ પ્રકારની વિલંબ કર્યા વગર નવી નિમણૂકના સ્થળે તાત્કાલિક અસરથી હાજર થવા કડક આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ મોટા ફેરબદલથી ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીમાં નવી ઉર્જા આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
