News of Saturday, 24th October 2026
દક્ષિણ ગુજરાતના પલસાણા LCBની મોટી કાર્યવાહી: નેશનલ એક્સપ્રેસ-વે-4 પરથી રૂ. 46.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ગંગાધરા નજીકથી 26,400 બોટલ ભરેલો ટાટા ટ્રક કબજે; રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ, અન્ય સંડોવાયેલા શખસોની તપાસ ચાલુ

પલસાણા તા.૨૪ : દક્ષિણ ગુજરાતના રેન્જ આઇ.જી પ્રેમવીર સિંહ ના તાબા હેઠળ આવતા પાંચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે તમામ જિલ્લાના એસ.પી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીને સુચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરીને નેશનલ એક્સપ્રેસ-વે-4 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગંગાધરા ગામની સીમ નજીકથી પસાર થતા ટાટા ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 26,400 બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 46,50,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. તેના આધારે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણી તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.વી. મસાણી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
