તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
મહેસાણામાં ખેડૂતોની ભેંસો ચોરનાર ત્રણ આરોપી સામે મોટી કાર્યવાહી : પાસા હેઠળ ધરપકડ
ત્રણેય આરોપીઓને રાજકોટ, ભાવનગર અને ભુજ જેલમાં મોકલી દેવાયા

મહેસાણામાં ખેડૂતોની ભેંસો ચોરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને પાસા હેઠળ પકડ્યા છે. ભેંસોની ચોરી કરીને આરોપીઓ કતલખાને વેચી મારતા હતા. જુહાપુરા, ધોળકા અને કડીમાંથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ છે ત્રણેય આરોપીઓને રાજકોટ, ભાવનગર અને ભુજ જેલમાં મોકલી દેવાયા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા હતા. મહેસાણા એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસે સઘન કાર્યવાહી કરી છે .
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
