<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

મહેસાણાના ગોજારીયામાં મોટી દુર્ઘટના: નેપથા ભરેલા ટેન્કરની સફાઈ કરતી વખતે ડ્રાઈવર અને હેલ્પર બેભાન: ફાયરે રેસ્કયૂ કર્યું

બેભાન થયેલા ડ્રાઈવર અને હેલ્પરને તાત્કાલિક સારવાર અર્થે ગોજારીયાની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જ્યાં કેમિકલ યુક્ત નેપથા ભરેલા ટેન્કરની અંદર ઉતરીને સફાઈ કરી રહેલા ડ્રાઈવર અને હેલ્પર અચાનક ઝેરી ગેસની અસરને કારણે ટાંકીની અંદર જ બેભાન થઈ ગયા હતા.

ટેન્કરની અંદર ગેસ ગૂંગળામણને કારણે બંને કર્મચારીઓ ફસાઈ જતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટેન્કરમાંથી બંને વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્કયૂ કર્યું હતું. બેભાન થયેલા ડ્રાઈવર અને હેલ્પરને તાત્કાલિક સારવાર અર્થે ગોજારીયાની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

(9:49 PM IST)