<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સુરતના હજીરામાં L&T કંપનીમાં મોટી દુર્ઘટના: 51 ફૂટ ઊંચાઈથી નીચે પટકાતા શ્રમિકનું મોત

જૂના પતરા કાઢીને નવા પતરા ચઢાવવાની કામગીરી કરતો હતો ત્યારે અચાનક ઊંચાઈ પરથી નીચે પટકાયો: શ્રમિકના પરિવારમાં શોકનો માહોલ: કોન્ટ્રાક્ટર સામે બેદરકારીના ગંભીર આક્ષેપ

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી L&T કંપનીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કંપનીમાં કામ દરમિયાન 51 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાતા 25 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ ક્રિશા તરીકે થઈ છે, જે કંપની થકી કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. શ્રમિક જૂના પતરા કાઢીને નવા પતરા ચઢાવવાની કામગીરી કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. ઘટનાને પગલે શ્રમિકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે

 બીજી તરફ, પરિવારે કોન્ટ્રાક્ટર સામે બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે. કામ દરમિયાન જરૂરી સેફ્ટીનાં સાધનો અને સુરક્ષાનાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરી પરિવારે ન્યાય અને યોગ્ય વળતરની માગ કરી છે. ઘટનાની જાણ થતાં હજીરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(1:20 PM IST)