તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
અમદાવાદના જુહાપુરામાં જૂની અદાવતમાં યુવકની હત્યા મુખ્ય આરોપીને ગણતરીના કલાકોના પકડી લેવાયો
આરોપી સહિત ફૈસલ ઉર્ફે પચ્ચીસ પઠાણ અને ફૈઝાન પઠાણે ભેગા મળી જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે 19 વર્ષીય સાલીક શેખની હત્યા નિપજાવી હતી

અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જુહાપુરામાં જૂની અદાવતમાં એક યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો, 3 શખ્સોએ ભેગા મળી યુવકને રહેંસી નાખતા પોલીસે ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જોકે પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ ચોંકાવનારું જાણવા મળ્યું છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં....
ઝોન 7 LCB ની કસ્ટડીમાં દેખાતા આ શખ્સનું નામ રેહાન પઠાણ ઉર્ફે પાનસો છે, આ આરોપી સહિત ફૈસલ ઉર્ફે પચ્ચીસ પઠાણ અને ફૈઝાન પઠાણે ભેગા મળી જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે 22મી એપ્રિલે મોડી રાત્રે 19 વર્ષીય સાલીક શેખની હત્યા નિપજાવી. ઘટનાને પગલે વેજલપુર પોલીસ અને ઝોન 7 LCB ની ટીમ તપાસમાં લાગી અને મુખ્ય આરોપીને ગણતરીના કલાકોના પકડી પાડવામાં આવ્યો.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રેહાન અને મૃતક સાલીકના મિત્ર અલ્તમસ સૈયદને ગત રમજાન સમયે ઝઘડો થયો હતો. બાઇક સ્પીડમાં ચલાવવા બાબતે થયેલા ઝઘડા બાદ અલ્તમસે પોતાના ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકી હતી, જેથી આરોપીએ તે પોસ્ટની અદાવત રાખી હતી અને જેના પગલે હત્યા જેવી ગંભીર ઘટના બનવા પામી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી કે મૃતકનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, જોકે ખરેખર કયા સંજોગોમાં આ બનાવ બનવા પામ્યો અને કઈ પોસ્ટ બાબતે થયેલી અદાવત ગંભીર ગુનામાં પરિણમી છે, તેની તપાસ માટે પકડાયેલા આરોપીના રિમાન્ડની અને ફરાર આરોપીઓને પકડવાની તજવીજ તેજ કરી છે
.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
