તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા અને તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
વિધાનસભા પટાંગણમાં સ્થિત પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા અને ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી

ગાંધીનગર : રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર વિધાનસભા ખાતે તેમની પ્રતિમા અને તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. 'મેરા જીવન હી મેરા સંદેશ હૈ' નો વિશ્વવ્યાપી સંદેશ આપનાર રાષ્ટ્રપિતાની ૧૫૭મી જન્મજયંતીના અવસરે ગાંધીનગર વિધાનસભા પટાંગણમાં સ્થિત તેમની પ્રતિમા તેમજ વિધાનસભા ગૃહમાં આવેલા તેમના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા અને ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે પૂજ્ય બાપુની પ્રતિમા અને તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેની સાથે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને નગરજનોએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે કસ્તુરબા પી.ટી.સી. કોલેજના ૫૦ તાલીમાર્થી વિદ્યાર્થીનીઓ તેમજ ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ૫૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પૂજ્ય બાપુને યાદ કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબેન મહેતા, વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ, નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
