<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ધોલેરાધામમાં મદનમોહનજી મહારાજનો પાટોત્‍સવ : આચાર્યશ્રી - સંતોના આર્શીવાદ

 

તીર્થધામ ધોલેરા ખાતે શ્રી મદનમોહનજી મહારાજના વાર્ષિક પાટોત્‍સવ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, વડતાલ મંદિરના  ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્‍વામી, મુખ્‍ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્‍વામી અને અન્‍ય સંતો ઉપસ્‍થિત રહયા હતા

ધોલેરા, તા.૩૦ઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પાવન તીર્થધામ ધોલેરા ખાતે બિરાજતા ભાલ-દેશના રાજાધિરાજ શ્રી મદનમોહનજી મહારાજનો ૨૦૦મો વાર્ષિક પાટોત્સવ વડદલા ગામના પ્રવીણભાઈ પટેલના યજમાન પદે અતિ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
આ પ્રસંગે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી સહિત સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
પાટોત્સવ નિમિત્તે ધોલેરા ધામ ખાતે પંચદિનાત્મક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારંગપુરવાળા શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામી તથા વારણાવાળા શ્રી હરિચરણ સ્વામીઍ કથાનું રસપાન કરાવી હરિભક્તોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીઍ જણાવ્યું કે સાંજે વાજતે-ગાજતે ભવ્ય જળયાત્રા નીકળી હતી, ત્યારબાદ શ્રી મદનમોહનજી મહારાજનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે સવારે મંગળા આરતી બાદ અભિષેક વિધિનો પ્રારંભ થયો હતો. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીના હસ્તે અભિષેક વિધિ સંપન્ન થઈ હતી.
ત્યારબાદ સવારે ૧૧ઃ૦૦ કલાકે આચાર્ય મહારાજશ્રી અને વડીલ સંતોના હસ્તે મોબાઇલ હોસ્પીટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટોત્સવ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગઢપુર મંદિરના ચેરમેન પ.પૂ. હરિજીવન સ્વામી, પ.પૂ. બાપુ સ્વામી, પ.પૂ. હરિસ્વરૂપ સ્વામી, શુકદેવસ્વામી ગોકુલધામ નાર, સારંગપુર મંદિરના કોઠારી પ.પૂ. વિવેક સ્વામી સહિત વડતાલ, જૂનાગઢ, અમદાવાદ, ભુજ અને ધોલેરાના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. મોટી સંખ્યામાં પધારેલા હરિભક્તોઍ અભિષેક દર્શન, પ્રદક્ષિણા તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર ઉત્સવનું સફળ સંચાલન ધોલેરા મંદિરના કોઠારી શ્રી હરિકેશવ સ્વામી તથા શ્રી પુરુષોત્તમ સ્વામીઍ કર્યું હતું.

(5:29 PM IST)