<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘વારાણસીથી વડનગર’ બાઈક સેવા યાત્રાના સેવાયાત્રીઓનું લુણાવાડા ખાતે સ્વાગત કરી યાત્રામાં સહભાગી થતાં જગદીશભાઈ વિશ્વકર્મા

જગદીશભાઈ વિશ્વકર્માએ સેવાયાત્રીઓ સાથે આત્મીય મુલાકાત કરી આતિથ્ય સત્કારના ભાવ સાથે તેમને ભોજન પીરસ્યું :‘વારાણસીથી વડનગર’ બાઈક સેવા યાત્રાનું લુણાવાડા તથા બાલાસિનોર ખાતે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મહીસાગર જિલ્લાના લુણાવાડા અને બાલાસિનોર ખાતે વિવિધ સેવાકીય, સંગઠનાત્મક તથા જનસંપર્કલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.જગદીશભાઈ વિશ્વકર્માએ લુણેશ્વર મહાદેવ મંદિરે દર્શન-પૂજન કરી સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને કલ્યાણ માટે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમને નોટબુકનું વિતરણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે જાહેરસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવા પર ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘વારાણસીથી વડનગર’ બાઈક સેવા યાત્રાનું ગુજરાતમાં આગમન થતાં લુણાવાડા ખાતે જગદીશભાઈ વિશ્વકર્માએ સેવાયાત્રીઓનું આત્મીય સ્વાગત કર્યું હતું. તેમણે સેવા યાત્રામાં સહભાગી બની સેવાયાત્રીઓ સાથે મુલાકાત કરી આતિથ્ય સત્કારના ભાવ સાથે તેમને ભોજન પીરસ્યું હતું તથા તેમની સાથે સહભોજન કર્યું હતું.
લુણાવાડા ખાતે ભાજપા સંગઠનના પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંગઠનની પાયાની મજબૂતી, કાર્યકર્તાઓનો જનસંપર્ક તથા સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સેવાભાવ સાથે જનસેવામાં સક્રિય રહેવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રેરિત કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે જગદીશભાઈ વિશ્વકર્માએ લુણાવાડા ખાતે સંવાદ કર્યો હતો. તેમણે લાભાર્થીઓ પાસેથી વિવિધ યોજનાઓનો લાભ મળ્યા બાદ તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનો અંગેના અનુભવો અને પ્રતિભાવો જાણ્યા હતા.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા રમતગમત સંકુલ, પાવાપુર, લુણાવાડા ખાતે યુવા રમતવીરો સાથે પણ પ્રદેશ અધ્યક્ષએ સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રમતગમત ક્ષેત્રે પાયાના સ્તરેથી પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે થઈ રહેલા પ્રયાસો, દેશમાં વિકસતું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા યુવાનો માટે ઊભી થઈ રહેલી નવી તકો અંગે તેમણે રમતવીરો સાથે ચર્ચા કરી હતી. આ અવસરે જગદીશભાઈ વિશ્વકર્માએ યુવા રમતવીરો સાથે વિવિધ રમતો રમી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
લુણાવાડા તાલુકાના હાડોડ ખાતે સેવા યાત્રા પહોંચતાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે પવિત્ર મહીસાગર નદીનું જળ સેવા સંકલ્પ યાત્રાના કળશમાં ઉમેરવામાં આવ્યું હતું. મહીસાગરનું પવિત્ર જળ કળશમાં ઉમેર્યા બાદ સેવા યાત્રા વરધરી થઈને બાલાસિનોર તાલુકા તરફ આગળ રવાના થઈ હતી. બાલાસિનોર તાલુકાના વરઘરી, કડાછલા, પાંડવા, પરબિયા, જેઠોલી, રૈયોલી અને ભાથલા ખાતે સ્થાનિક નાગરિકો તથા કાર્યકર્તાઓ દ્વારા સેવા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિવિધ કાર્યક્રમો દરમિયાન રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઇ પટેલ , જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઇ બારિયા, જિલ્લા પ્રભારી વિશાલભાઈ ભરવાડ, સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત ભાજપા આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

(9:11 PM IST)