News of Saturday, 12th September 2026
મહારાષ્ટ્ર એમ.પી.તરફ ધસી રહેલું લો પ્રેશર, ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેરની સંભાવના
મોન્સૂન ટ્રફ દક્ષિણ તરફ ખસવાની શક્યતા, લો પ્રેશરની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના : રાજ્યના ૫૦% વિસ્તારમાં ૩૫ થી ૫૦ મી.મી., બાકીના ૫૦% વિસ્તારમાં ૫૦ થી ૭૫ મી.મી. તો કેટલાક સ્થળોએ ૧૫૦ મી.મી.થી વધારે વરસાદ પડી શકેઃ વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૨ થી ૧૭ સપ્ટેમ્બર સુધીની આગાહી

રાજકોટઃ મહારાષ્ટ્ર તથા તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમ્સના કારણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓમાં વધારો થયો છે. વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, ૧૨થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ દિવસોએ છૂટાછવાયાથી લઈને ઠીકઠાક વ્યાપક અને કેટલાક વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે.
હવામાન વિભાગના ૧૨ સપ્ટેમ્બરના સવારના બુલેટિન મુજબ, દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા પર બનેલું લો પ્રેશર એરિયા હવે દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં સ્થિત છે. આ સિસ્ટમ્સ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી આશરે ૯.૪ કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણપヘમિ તરફ ઝૂકેલું છે. આગામી ૨૪ કલાક દરમિયાન સિસ્ટમ્સ દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાંથી પヘમિ-ઉત્તરપヘમિ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આ લો પ્રેશર તથા તેની સાથે સંકળાયેલું અપર એર સર્ક્યુલેશન ધીમે ધીમે મહારાષ્ટ્ર અને તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાથી ગુજરાત તરફ વરસાદી પ્રવૃત્તિ માટે અનુકૂળ સ્થિતિ ઊભી થઈ રહી છે. વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલના વિશ્લેષણ મુજબ, મોન્સૂન ટ્રફ પણ હવે તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે અને આગામી એક-બે દિવસમાં તે વધુ દક્ષિણ તરફ ખસવાની શક્યતા છે.
૧૨થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રિજિયનમાં વિવિધ દિવસોએ છૂટાછવાયા, ઠીકઠાક વ્યાપકથી વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાતના આશરે ૫૦ ટકા વિસ્તારમાં ૩૫થી ૫૦ મીમી, જ્યારે બાકીના ૫૦ ટકા વિસ્તારમાં ૫૦થી ૭૫ મીમી જેટલો કુલ વરસાદ પડી શકે છે. જોકે, કેટલાક સ્થળોએ ૧૫૦ મીમીથી વધુ વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ૧૨થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ દિવસોએ છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક અને વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના આશરે ૫૦ ટકા વિસ્તારમાં ૩૫થી ૫૦ મીમી, જ્યારે બાકીના ૫૦ ટકા વિસ્તારમાં ૫૦થી ૭૫ મીમી જેટલો કુલ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ ૧૫૦ મીમીથી વધુ વરસાદ પણ પડી શકે છે.
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, લો પ્રેશર સિસ્ટમ્સની આગળની ગતિ અને મોન્સૂન ટ્રફની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદ માટેની સ્થિતિ અગાઉની સરખામણીએ વધુ અનુકૂળ બની છે. જોકે વરસાદનું વિતરણ સ્થળ અને દિવસ પ્રમાણે અલગ-અલગ રહી શકે છે.(૪૦.૩૮)
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
