તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
પ્રેમ આંધળો જ નહીં, લોહિયાળ પણ બન્યો: પરણેતરને પતાવી દેવા દીકરીએ જ ઘડ્યું પિશાચી કાવતરું
માતાના આડા સંબંધો અને દીકરીના આકર્ષણ વચ્ચે ભીંસાયેલી મમતાનો ક્રૂર અંત, પ્રેમીના હાથમાં હાથ મિલાવી સગી જણનારીને જ કાળના ખપ્પરમાં હોમી દેતી નરાધમ પુત્રીની કાળી કરતૂતથી માનવતા શરમાઈ

મહીસાગર:સંબંધોની મર્યાદા જ્યારે લોહીના સંબંધ પર હાવી થઈ જાય છે ત્યારે કેવા ભયાનક પરિણામો આવે છે તેનો જીવતો જાગતો પુરાવો મહીસાગર જિલ્લામાં જોવા મળ્યો છે. અહીં એક દીકરીએ જ પોતાની માતાને રસ્તાનો કાંટો સમજી તેને હંમેશા માટે હટાવી દેવા પોતાના પ્રેમી સાથે મળીને એવું ખતરનાક ષડયંત્ર રચ્યું કે જે સાંભળીને પથ્થર દિલના માણસો પણ ધ્રૂજી ઉઠે. લગ્નની બાબતમાં ચાલી રહેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દીકરીએ પવિત્ર સંબંધોને નેવે મૂકીને જનેતાની જિંદગીનો દીવો બુઝાવી નાખવા માટે કાવાદાવા શરૂ કર્યા હતા.
આ સનસનીખેજ હત્યાકાંડની પટકથામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક મહિલાના પોતાના જ પ્રેમીએ આ ગુનામાં સાથ આપ્યો. રાત્રિના અંધકારમાં બાજરીના ખેતરમાં બોલાવીને આયોજનબદ્ધ રીતે આ હિંસક ખેલ ખેલવામાં આવ્યો હતો. બૂટની દોરી જેવી સામાન્ય વસ્તુને મોતનું હથિયાર બનાવીને મહિલાનું ગળું ટૂંપી દેવામાં આવ્યું હતું. આટલી ક્રૂરતા બાદ પણ આરોપીઓનું દિલ ન દ્રવ્યું અને પુરાવાનો નાશ કરવા માટે લાશને બાઈક પર લાડીને તળાવના ઊંડા પાણીમાં ફેંકી દેવામાં આવી હતી, જેથી આ હત્યા આત્મહત્યા કે અકસ્માત જણાય.
જોકે, ગુનો ગમે તેટલી હોશિયારીથી આચરવામાં આવ્યો હોય, કાયદાના હાથ તેના સુધી પહોંચી જ જતા હોય છે. કોઠંબા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને આ રહસ્યમયી ઘટના પરથી ગણતરીના કલાકોમાં જ પડદો ઊંચકી દીધો છે. પોલીસે કડીઓ જોડીને જ્યારે અસલિયત સામે લાવી ત્યારે ખુદ તપાસ કરનાર અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલમાં પોલીસે નરાધમ દીકરી, તેના પ્રેમી અને આ પાપમાં ભાગીદાર બનેલા અન્ય શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
