તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
અમદાવાદમાં ચારેય ઝોનમાં 40થી વધુ જગ્યાએ નીકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા : ઇસ્કોન મંદિર દ્વારા ત્રણ દિવસ આયોજન
મણિનગર, ઇસ્કોન અને બોપલમાં 2 દિવસની રથયાત્રાની ઉજવણી: મંદિર દ્વારા 4 દિવસીય મહાપ્રસાદનું પણ આયોજન: મહેમદાવાદ, ભાડજ અને સોલામાં મોટી યાત્રા નીકાળાશે:મોટી સ્કૂલો અને નાની સોસાયટીઓ આ પર્વની ઉજવણી કરશે

અમદાવાદમાં હાલ રથયાત્રાને લઈને ઉત્સાહનો માહોલ છે. જમાલપુરના જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા ખૂબ જ વિખ્યાત છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, અમદાવાદમાં આષાઢી બીજના પાવન પર્વે શહેરમાં જમાલપુરની ઐતિહાસિક રથયાત્રા જ નથી નીકળતી. પરંતુ તેની સિવાય અનેક વિસ્તારોના જગન્નાથ મંદિર અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા 40થી વધારે રથયાત્રાઓ નીકાળવામાં આવે છે.
અમદાવાદના ચારે ઝોન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાંથી પણ રથયાત્રાનું આયોજન થાય છે . જેમાં ભક્તો દ્વારા ભજન-કીર્તન કરીને ભક્તિમય માહોલમાં રથ યાત્રા નીકાળવામાં આવે છે. છેલ્લા થોડા ઘણા વર્ષોથી નવા વિસ્તારમાં આ પરંપરાનો વિકાસ થયો છે. આ વર્ષે ઈસ્કોન મંદિર દ્વારા 3 દિવસ સુધી 3 અલગ અલગ વિસ્તારોમાં રથયાત્રા નીકાળવામાં આવશે.
મણિનગર, ઇસ્કોન અને બોપલમાં 2 દિવસની રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે, તેની સાથે મંદિર દ્વારા 4 દિવસીય મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. મહેમદાવાદ, ભાડજ અને સોલામાં મોટી યાત્રા નીકાળાશે, તેની સાથે સાથે મોટી સ્કૂલો અને નાની સોસાયટીઓ આ પર્વની ઉજવણી કરશે. આ રથયાત્રાઓમાં મહાપ્રસાદ, આરોગ્ય સેવા, પાણી-છાસ વિતરણ અને સામાજિક જાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરાય છે.
અમદાવાદમાં કયા કયા સ્થળે રથયાત્રાનું આયોજન
- જગન્નાથ મંદિર : જમાલપુર (મુખ્ય રથયાત્રા)
- મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર
- ઇસ્કોન મંદિર : એસ.જી. હાઇવે
- ત્રિપદા સ્કૂલ
- સાબરમતી
- ચાંદખેડા
- ઘાટલોડિયા
- સોલા
- ચાંદલોડિયા
- ગોતા
- વસ્ત્રાપુર
- થલતેજ
- બોડકદેવ
- મેમનગર
- ન્યૂ રાણીપ
- નારણપુરા
- રાણીપ
- ઇસનપુર
- મણિનગર
- વટવા
- ઘોડાસર
- નિકોલ
- નરોડા
- અમરાઈવાડી
- ઓઢવ
- સાઉથ બોપલ
- બોપલ
- વેજલપુર
- સરખેજ
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
