<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

જાત મહેનત જિંદાબાદ..! નાની કઠેચી ગામે શાળામાં પાણી ફરી વળતા નાની કઠેચી કન્યા શાળાના શૈક્ષણિક સ્ટાફે જાતે સફાઈ કરી

લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે પ્રાથમિક શાળામાં પાણી ફરી વળતા સફાઈ અભિયાન

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અતિવૃષ્ટિના કારણે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે પ્રાથમિક શાળામાં પાણી ફરી વળતા નાની કઠેચી કન્યા શાળાના આચાર્ય નીરુબેન સોલંકી, ધનાભાઈ મૂંધવા, મનિષભાઈ પટેલ, નીતાબેન કાવર, નિલાબેન વિરુગામા, સેફાલીબેન પટેલ, મેહુલભાઈ વૈષ્ણવ, આરતીબેન ભટ્ટ, ફરહાનાબાનુ પઠાણ, કૃપાબેન પટેલ, રસિક જતાપરા, ક્રિષ્નાબેન રાઠોડ, ગાયત્રીબેન ચૌહાણ -મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન કર્મચારી નયનાબેન દેગામડીયા-જ્ઞાન સહાયક પપ્પુ ભાઈ સાપરા,અરુણાબેન સાકરીયા, જયસુખ મકવાણા,અશ્વીનભાઈ સોલંકી,વૈશાલીબેન પરમાર,જાનવીબેન ઝાલા કિંજલ બેન મહેરિયા મધ્યાન ભોજન સ્ટાફ બચુભાઇ-ભાવનાબેન સાથે મળીને સંપૂર્ણ સંકુલની સાફ સફાઈ કરી હતી.

(6:33 PM IST)