તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ભારે વરસાદમાં રાજપીપળા આશાપુરી વિસ્તારમાં મકાન ધડાકાભેર તૂટી પડતા સ્થાનિકો ફફડ્યા
જોકે આ મકાન ઘણા વર્ષોથી બંધ હોવાથી કોઈ જાનહાનિ નહી થઈ પરંતુ મકાન તૂટતા મોટા અવાઝથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા

( ભરત શાહ દ્વારા )નર્મદા:રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો જેમાં અનેક ઠેકાણે નુકશાન થયું તેમજ અનેક રસ્તાઓ પર પાણી ભરાતા માર્ગો બંધ કરવાની નોબત આવી તેવામાં રાજપીપળાના આશાપુરી વિસ્તાર માં આવેલ એક મકાન ધડાકાભેર તૂટી પડતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો
મળતી માહિતી મુજબ રાજપીપળામાં સવારથી ભારે વરસાદ પડ્યો જેમાં આશાપુરી વિસ્તારમાં આવેલા કમળાબેન પટેલનું મકાન અચાનક તૂટી પડ્યું હતું, જોકે આ મકાન ઘણા સમયથી બંધ હતું તો કોઈ રહેતું નહીં હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થઈ નથી, જ્યારે આસપાસ ના મકાનો ને પણ કોઈ નુકશાન થયું નથી.
તાજેતરમાં જ રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી જયકિશન તડવીની સૂચના મુજબ પાલિકા ટીમે નીચાણવાળા વિસ્તારોમાં ફરી જરૂરી સૂચનો આપ્યા જેમાં જૂના જર્જરિત મકાનો હોય તો સલામત સ્થળે ખસી જવા પણ સૂચના આપી હતી, જોકે આ પડેલા મકાન માં કોઈ રહેતું ન હોય જેના કારણે કોઈ ઇજા કે જાનહાની થઈ નથી. રાજપીપળા માં આવા જર્જરિત ઘણા મકાનો છે અને આ બંધ મકાનો પર પાલિકા દ્વારા નોટિસ પણ ચોંટાડવામાં આવી છતાં માલિકો ને કઈ પડી નહીં હોવાના કારણે ક્યારેક આસપાસના લોકો માટે જોખમ કહી શકાય.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
