<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં રોષ

સ્ટ્રોમ વોટર લાઇન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી

અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી રામદેવનગરના રહીશો જળભરાવની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્ટ્રોમ વોટર લાઇન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વર્ષોથી સમસ્યા યથાવત રહેતા રામદેવનગરના રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવી તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માગ કરી છે.

(12:51 PM IST)