News of Thursday, 23rd April 2026
સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ રાજય ચૂંટણી પંચ દ્વારા ખાસ કન્ટ્રોલરૂમ શરૂ કરાયો

રાજકોટ તા. ૨૩: રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો પોતાની રજૂઆતો કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે ૦૭૯ ૨૩૨ ૫૫૯૫૧, ૦૭૯ ૨૩૨ ૫૫૯૫૩ તેમજ ૦૭૯ ૨૩૨ ૫૭૩૮૧ અને ૦૭૯ ૨૩૨ ૫૭૩૮૩ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે ૨૫ તથા ૨૬મી એપ્રિલના રોજ કાર્યરત રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નો હોય તો નાગરિકો આ ફોન નંબર પર સંપર્ક કરીને પોતાની રજૂઆત નોંધાવી શકશે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
