તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ : ૧ લાખ જવાનો ખડે પગે રહેશે : મુખ્ય પોલીસ વડા ડો. કે. એલ .એન રાવ
૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૧૩ નગરપાલિકાની પેટા ચૂંટણીઓ, ૩૪ જીલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણીઓ અંગે હાઇલેવલનો બેઠકમાં રીરિવ્યૂઃ બાદ બંદોબસ્ત આંક જાહેર... : ૫૯૫૨૫ હોમ ગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ૪૧ ૩૮૩ વધારાના દળો લોકો ભયમુક્ત બની મતદાન કરી શકે તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા : ગુજરાતના તમામ પોલીસ કમિશનરરેટ, જીલ્લા વડાઓ પાસેથી મળેલ રિપોર્ટ સાથે લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન, મકરંદ ચોહાણ ટીમ દ્વારા મળેલ રિપોર્ટ સાથ અશોક કુમાર યાદવ દ્વારા તમામ યુનિટો પાસેથી મેળવેલ ગુપ્ત રિપોર્ટ સાથે મુખ્ય પોલીસ વડા દ્વારા ત્રીસ્તરીય વ્યવસ્થાના અભ્યાસ પછી ફટાફટ નિર્ણયઃ રાત થોડી વેશ જાજાઃ પડોશી રાજ્યની સરહદો પર પણ સઘન ચેકીંગ વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશક દ્વારા આદેશ છૂટયા...

રાજકોટ, તા.૨૨: ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૫ નગરપાલિકા, ૧૩ નગરપાલિકાઓનો પેટા ચૂંટણી, ૩૪ જીલ્લા પંચાયત અને ૨૫૦ તાલુકા પંચાયત અંતર્ગત આ મેગા ઇલેક્શન અંતર્ગત કાયદો વ્યવસ્થાની સ્થિતિ જડબેસલાખ રહે તે માટે રાજ્ય પોલીસ તંત્રના બહોળો અનુભવ ધરાવતા રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો કે.એલ એન.રાવ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા, એસપીઓ વિગેરે સાથે લેટેસ્ટ પરિસ્થિતિની માહિતી મેળવી આ બાબતને લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન અને ગુજરાતના ઈન્ટલીજન્સ બીયરો દ્વારા અપાયેલ રિપોર્ટ સાથે ટેલી કરી અને જે તે સ્થળની પરિસ્થિતિ અંતર્ગત પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકો ભયમુક્ત બની મતદાન કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે. ફોર્સસંખ્યા- હોમગાર્ડ / જી.આર.ડી. જવાનોઃ ૫૯,૫૨૫, વધારાના જવાનોઃ ૪૧,૩૮૩, કુલઃ૧,૦૦,૯૦૮ જવાનો ૩. ચૂંટણીનું ક્ષેત્રઃ આ સુરક્ષા વ્યવસ્થા નીચેની ચૂંટણીઓને આવરી લેશેઃ ૧. ૧૫ મહાનગરપાલિકા ૨. ૮૪ નગરપાલિકા ૩. ૧૩ નગરપાલિકાની પેટાચૂંટણી ૪. ૩૪ જિલ્લા પંચાયત ૫. ૨૬૦ તાલુકા પંચાયત. ૪. રાજ્ય પોલીસ વડા દ્વારા આપેલ સૂચનાઆઃવીડિયો કોન્ફરન્સમાં તમામ શહેર પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ વડાને નીચેની સૂચનાઓ અપાઈઃ ૧. સંવેદનશીલ વિસ્તારઃ ચુસ્ત પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવી. ૨. સરહદ સુરક્ષાઃ આંતર-જિલ્લા અને રાજ્યની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી.
ડો. કે. એલ.એન.રાવ દ્વારા રીઢા ગુનેગારો સામે અટકાયતી પગલાંઓ અંગે પોતે આ પહેલાંની બેઠકમાં આપેલ સૂચના અંગેની વિગતો મેળવી હતી. સંવેદનશીલ વિસ્તારો, ગુજરાતની સરહદો વિગેરે વિસ્તારમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી, પોલીસ બંદોબસ્તમાં રોકાયેલ પરિસ્થિતિનો લાભ ન ઊઠાવે તેવું પણ સૂચન કરેલ. બેઠકમાં લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન, ગુપ્તચર વડા અશોક કુમાર યાદવ, સિનિયર IPS મકરંદ ચોહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
