તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
અમદાવાદના ભદ્ર મંદિર પાથરણા બજારના દબાણ હટાવવા સામે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરો વિરોધમાં પહોંચ્યા
સ્થાનિક કોર્પોરેટરો. AMC પરિપત્ર રદ્દ કરી ફેરિયાવાળાને વેપાર કરવા દે એવી માંગ કરી.

અમદાવાદના ભદ્ર મંદિર પાથરણા બજારના દબાણ હટાવવાને લઈ વિવાદ વકર્યો છે, દિવાળીના તહેવાર પૂર્વે AMCએ પરિપત્ર કરી દબાણ હટાવવાની જવાબદારી આપતા વિવાદ વકર્યો છે. સ્થાનિક કોર્પોરેટરો ભદ્ર પાથરણા બજારમાં આવીને બેઠા છે. AMC એક અઠવાડિયુ લોકોને વેપાર કરવા દે એવી માંગ કરી છે. પરિપત્રના વિરોધમાંસ્થાનિક કોર્પોરેટરો પહોંચ્યા હતા અને AMC પરિપત્ર રદ્દ કરી ફેરિયાવાળાને વેપાર કરવા દે એવી માંગ કરી હતી . અમદાવાદમાં અન્ય 6 જગ્યાએ વેપાર કરવા દેવાય છે તો ભદ્ર બજારમાં કેમ નહીં ? એવા સવાલ ઉઠાવ્યા હતા
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
