તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
રાજપીપળા જુની પોસ્ટ ઓફિસના ચોગાનમાં ડપિંગ સાઇડ બંધ કરાવવા સ્થાનિક નાગરિકે કલેક્ટરને કરી રજૂઆત
ત્યાં હોસ્પિટલ, મંદિરો અને રહેણાક મકાનો આવેલા છે ત્યાં અતિશય ગંદકી હોવા છતાં કોઈ સફાઈ નહીં થતા રોગચાળાની દહેદત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપલા જૂની પોસ્ટ ઓફિસ નજીક પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇડ ઊભી કરવામાં આવી હોય ત્યાં હદ વગરની ગંદકી થાય છે, અને કોઈ સાફ સફાઈ પણ નહીં થતા સ્થાનિકોમાં રોષ છે, જોકે એક સ્થાનિક જાગૃત નાગરિકે આ બાબતે કલેક્ટર ને લેખિત રજૂઆત કરી છે.
સ્થાનિક રહીશ પરમાર રાજુભાઈ( રહે. આંખની હોસ્પીટલ પાસે. દરબાર રોડ. રાજપીપળા) નાઓએ કલેક્ટરને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે રાજપીપળા જુની પોસ્ટઓફિસના ચોગાનમાં જયાં હાલમાં જર્જરિત દુકાનો બંધ હાલમા આવેલ છે (તેનો લોકો સૌચાલય તરીકે ઉપયોગમાં લે છે) તેની આજુબાજુ ખુલ્લી જગ્યામાં કાયમ ગંદકીના ઢગલાઓ જોવા મળે છે ગંદકી કોણ કરે છે કચરાના ઢગલોઓ કોણ કરે છે તે બધાને ખબર હોવા છતા આંખ આડા કાન કરી ગંદકીની મજા માણે છે, આજુબાજુ રહેણાંક વિસ્તારમાં છે, પાસે આંખનું દવાખાનું છે, અને નજીકમાં મંદિરો આવેલ છે, ભરચક અવરજવર વચ્ચે આ ગંદકીના ઢગલાઓ પોતાની હાજરી પુરાવે છે!!! અને કોણ જવાબદાર છે તેની સાબિતી આપે છે!!! આ કચરાના ઢગલાઓને કારણે મચ્છરોનું સામ્રાજ્ય કાયમ રહે છે અને તેની અસર આજુબાજુ રહેણાંક વિસ્તારમાં પડે છે તેને કારણે કાયમ રોગચાળાનો ભય રહે છે, આ વિશેષમાં જણાવાનુ કે દ.ગુ.વિ. કંપની ધ્વારા જે લાઇટના પોલ ઉભા કરીને જમીન લેવલે જે TC મુકવામા આવેલ છે તેને કારણે ગટરવ્યવસ્થા બંધ થઈ છે. અને ગંદુ પાણી કાયમ રોડ પર વહેતુ રહે છે અને તેને કારણે રાહદારીઓને કાયમ અગવડતાનો સામનો કરવો પડે છે, તો આપ સાહેબને ન્રમ અરજ કે આ બાબતે ગંભીરતા રાખી કાયમી નિવડો લાવવામાં આવે એવી અમારી માંગ છે
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
