તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં નવા સુકાનીઓની વરણી : જાણો કઈ ન.પા.માં કોણ બન્યું પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન :જુઓ લિસ્ટ

*કડી નપાના પ્રમુખ તરીકે રાજેંદ્રભાઈ ગજ્જર અને ઉપ પ્રમુખ તરીકે સ્મીતાબેન પટેલની વરણી કરાઈ
*સુરતની બારડોલી નગરપાલિકાના પ્રમુખ તરીકે નીલમબેન વ્યાસ, ઉપ પ્રમુખ તરીકે મિનેશ પટેલ, કારોબારી ચેરમેન તરીકે જેની ભંડારી, શાસક પક્ષના નેતા તરીકે અમરસિંહ સોલંકી અને દંડક તરીકે ડો. ભાવિન ચૌધરીની વરણી
*આણંદની પેટલાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોકીલાબેન તળપદા, ઉપ પ્રમુખ તરીકે મનીષાબેન શાહ, કારોબારી ચેરમેન તરીકે જય પટેલ અને પક્ષના નેતા તરીકે ધરતીબેન પટેલની વરણી
*બહુચરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલ અને ઉપ પ્રમુખ તરીકે હંસાબેન ભરવાડની વરણી
*ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે દેવેન્દ્ર વસાવા અને ઉપ પ્રમુખ તરીકે રૂચિતા રાકેશ મોદીની વરણી
*ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે વિનોદ પરમાર અને કારોબારી ચેરમેન તરીકે જીનલ સાગરની વરણી
*વિસનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે આશાબેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે મહેન્દ્ર ઠાકોરની વરણી
*વિજાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કામીનીબેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ડો. બીનાબેન પટેલની વરણી કરવામાં આવી
* મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભોજરાજ ગઢવી, ઉપ પ્રમુખ તરીકે આશા સોરઠીયા, કારોબારી ચેરમેન તરીકે ધમભા ઝાલા, શાસક પક્ષના નેતા તરીકે દિલીપ ગૌર અને દંડક તરીકે પ્રકાશ ઠક્કરની વરણી
* સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે રણજીતસિંહ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે પ્રમોદ પટેલની વરણી કરવામાં આવી
* તાલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભૂપતભાઈ હીરપરા, ઉપ પ્રમુખ તરીકે નીશાબેન તન્ના અને કારોબારી ચેરમેન તરીકે રજની દવેની વરણી
* ખેડાની કપડવંજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે નેહાબેન ઓઝા, કારોબારી ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભદ્રેશકુમાર સુતરીયા અને દંડક તરીકે જયશ્રીબેન શર્માની વરણી
* દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયા, ઉપ પ્રમુખ તરીકે આશા લુણા અને કારોબારી ચેરમેન તરીકે રાજ પાબરીની વરણી
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
