તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
છકડા રિક્ષાની સીટ નીચે ચોરખાના બનાવી દારૂની હેરફેર કરાતી: નર્મદા એલસીબી પોલીસે તિલકવાડાની બુજેઠા ચેકપોસ્ટ પરથી રૂ. ૧.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
પોલીસે વિદેશી દારૂ અને રિક્ષા સહિત કુલ રૂ. ૨.૩૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આણંદના બુટલેગરને જેલભેગો કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસની ટીમે બાતમીના આધારે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બુજેઠા ચેકપોસ્ટ પાસેથી રૂ. ૧.૬૮ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
નર્મદા LCB પોલીસની ટીમ તિલકવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નસવાડી તરફથી એક થ્રી વ્હીલ છકડો રિક્ષા (નંબર GJ-07-YY-3500) માં ઇંગ્લિશ દારૂ ભરીને બુજેઠા ચેકપોસ્ટ થઇને ડભોઇ તરફ જવાની છે. બાતમીના આધારે પોલીસે બુજેઠા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બાતમીવાળી છકડો રિક્ષા સામેથી આવતા પોલીસે તેને અટકાવી હતી.
પોલીસે રિક્ષાની તલાશી લેતા ડ્રાઇવર સીટની નીચે તેમજ પાછળ પેસેન્જર બેસવાની સીટની નીચે બનાવેલા ચોરખાનામાંથી રૂ. ૧,૬૮,૫૭૬ ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૮૭૮ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ દારૂના જથ્થા સાથે આણંદની સામરખા ચોકડી પાસે આવેલી કોહિનૂર સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષીય આરોપી ફિરોઝ ઉસ્માનભાઇ વોરાને ઝડપી પાડ્યો હતો.
પોલીસે રૂ. ૧,૬૮,૫૭૬ ની કિંમતનો વિદેશી દારૂ, થ્રી-વ્હીલર છકડો રિક્ષા તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨,૩૯,૦૭૬ નો મુદ્દામા
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
