<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

વિજાપુરના જૂના ફુદેડા ગામમાં પ્રાથમિક શાળા નજીક ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના આક્ષેપો:ગ્રામજનો દ્વારા રોષભેર જનતા રેડ

પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં મહિલાઓ, યુવાનો, સરપંચ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જનતા રેડમાં જોડાયા

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જૂના ફુદેડા ગામમાં પ્રાથમિક શાળા નજીક ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં મહિલાઓ, યુવાનો, સરપંચ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જનતા રેડમાં જોડાયા હતા. ગ્રામજનોએ ગેરકાયદે દારૂના વેચાણનો ઉગ્ર વિરોધ કરી પોલીસ અને કલેક્ટર સમક્ષ દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ ઉઠાવી હતી. સાથે જ ગામ સંપૂર્ણ દારૂમુક્ત નહીં બને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

(1:21 PM IST)