તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ગિફટ સિટીમાં દારૂના વેચાણમાં ૧ વર્ષમાં ૧૫ ગણો વધારો!
વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૫,૬૩૮ લીટર તથા બે વર્ષમાં ૬૦ હજાર લીટરથી વધુના વિદેશી દારૂનું વેંચાણ થયું

ગાંધીનગર, તા.૧૧: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરાયા બાદ વિદેશી દારૂનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ ૨૦૨૪-૨૫ના એક વર્ષમાં જ ૫૫,૬૩૮ લિટર વિદેશી દારૂ જ્યારે બે વર્ષમાં ૬૦ હજાર લિટરથી વધુ વિદેશી દારૂ વેચાયો છે.
ગિફ્ટ સિટીમાં આવેલી કોર્પોરેટ ઑફિસો અને ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઑફિસ સાથે દેશ-વિદેશના લોકોની, ઉદ્યોગપતિઓની તથા અધિકારીઓની અવરજવર વધુ હોય છે, ત્યારે સરકાર દ્વારા ગિફ્ટ સિટી પ્રોજેક્ટને આગળ વધારવા માટે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરવામાં આવી હતી. આ ફેસિલિટી શરૂ થવા સાથે વિદેશી દારૂનું સેવન અને વેચાણ બંનેમાં વધારો થયો છે.
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગળહવિભાગ દ્વારા વિગતો આપવામાં આવી હતી કે ૩૧ જુલાઈ ૨૦૨૬ની સ્થિતિએ ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એરિયા અંતર્ગત ૧ ઓગસ્ટ, ૨૦૨૪થી ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધીના એક વર્ષમાં ૩,૭૧૬.૨૮ લિટર વિદેશી દારૂ વેચાયો હતો. જ્યારે ૧ ઓગસ્ટ. ૨૦૨૫થી ૩૧ જુલાઈ. ૨૦૨૬ સુધીના એક વર્ષમાં જ આ આંકડો વધીને ૫૫,૬૩૮.૧૯ લિટર વિદેશી દારૂ પર પહોંચી ગયો હતો. આમ એક જ વર્ષમાં અનેક ગણું દારૂનું વેચાણ વધ્યું હતું.
રાજ્ય સરકારે ગિફ્ટ સિટીના વ્યાપ-વિસ્તાર માટે ડિસેમ્બર ૨૦૨૩માં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરી હતી. જેમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ તેમજ ક્લબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને નક્કી કરેલા એરિયામાં કર્મચારીઓને તેમજ બહારથી આવનારા લોકોને ત્યાં જ બેસીને પીવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. એક જ વર્ષમાં એકસાથે આટલા મોટા પ્રમાણમાં વેચાણ વધવાને કારણે બે વર્ષમાં આ વિદેશી દારૂના વેચાણથી સરકારને ૮૭.૩૯ લાખ રૂપિયાથી વધુની આવક પણ થઈ ચૂકી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
