તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
સુરતની માફક અમદાવાદમાં પણ પ્રજા, પોલીસ અને પ્રેસ મીડિયામાં નવા પોલીસ કમિશ્નર ૪૮ કલાકમાં કેમ છવાયા? સોશ્યલ મીડિયામાં વાયરલ ન્યુઝ અંગે લોકો જે જાણવા માંગે છે, તેનો આ રહયો જવાબ
લુખ્ખાઓને જાહેર ચેતવણી, રથ યાત્રા રૂટ ચેક, યુવાનો સાથે ક્રિકેટમાં ધુંવાદાર બેટિંગ : ધાબા પોઇન્ટ, ડ્રોન ચકાસણી, ધુસણખોર, અટકાયતી પગલા, બંદોબસ્ત સ્કીમ વિગેરે, કોમી એકતા પ્રયાસ વિગેરે બાબતે અનુપમસિંહ ગેહલોતે જોઇન્ટ સીપી શરદ સિંઘલ, નીરજ બડ ગુજ્જર સાથે મોડી રાત સુધી નિરીક્ષણ કર્યું

રાજકોટ, તા.,૬ : ગુજરાતના ઇતિહાસમાં સહુપ્રથમ વખત રથયાત્રાના ગણતરીના દિવસો બાકી હોવા છતાં અને સુરતના લોકો તથા ખુદ નાયબ મુખ્ય મંત્રીની અનિચ્છા છતાં એક ટોચના પીઢ રાજકારણી દ્વારા આ સિનિયર IPSના જીવનની ખૂબ મોટી તક સમજી અમદાવાદ માટે હર્ષભેર મંજૂરી આપવા થયેલ નિર્ણય અને કેન્દ્ર સરકારના અત્યંત વિશ્વાસુ સિનિયર IPS દ્વારા પણ અનુપમસિંહ ગેહલોતને મૂકવામાં આવે તો આ ખૂબ મોટા શહેરમાં પબ્લિક, પોલીસ અને પ્રેસ સાથે અદભૂત સંકલન રહે તેવા અભિપ્રાય પગલે, જેમને સુરતના ઇતિહાસમાં ન મળ્યું હોય તેવું માન મળેલ છે તેવા અનુપમસિંહ ગેહલોત દ્વારા ચાર્જ લેતા સાથે જ એક્સન મોડમાં આવી ગયા છે.
ચાર્જ સંભાળતાની સાથે જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સાથે રથયાત્રા અંગે કયાં-કયા વિસ્તારમાં DCP ક્રાઇમ અજિત રાજિયાણની ટીમ દ્વારા થયેલ ચેકિંગ, નાકાબંધી, ડ્રોન ચેકિંગ, પકડાયેલ ઉગ્રવાદીઓ અંગેની માહિતી મેળવવા સાથે, ઘુસણખોરો અને ભાડૂત ચેકિંગની વિગતો મેળવી સંતોષ વ્યક્ત કર્યો અને લુખ્ખા તત્વોને જાહેર ચેતવણી પણ આપી.
ત્યારબાદ આસ્થાના પ્રતીકસમા માં ભદ્રેકાલી અને ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવા CP અનુપમસિંહ ગેહલોતે જોઈન્ટ CP શરદ સિંઘલ અને જોઈન્ટ CP નીરજ બડગુજ્જર સાથે મોડી રાત અને જોઈન્ટ CP નીરજ બડગુજ્જર સાથે મોડી રાત સુધી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન ધાબા પોઇન્ટ, ડ્રોન ચકાસણી, ઘુસણખોરો પર નજર, અટકાયતી પગલાં અને બંદોબસ્ત સ્કીમ સહિતની તમામ બાબતોની બારીકાઈથી સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. ૧૪૯મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા સામાજિક એકતા અને સુરક્ષા માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા. DCP ઝોન-૩ રૂપલ સોલંકી દ્વારા ગોમતીપુર ગ્રાઉન્ડ ખાતે એકતા ક્રિકેટ કપ સિઝન-૫નું આયોજન કરાયું. CP સર, મંદિર મહંતશ્રી અને બાપુનગર MLAની હાજરીમાં ૧૬ ટીમો સાથે ૫ દિવસની નાઈટ T૨૦ ટૂર્નામેન્ટ શરૂ થઈ. રથયાત્રા રૂટના સંવેદનશીલ વિસ્તારોના હિંદુ-મુસ્લિમ યુવાનોની મિક્સ ટીમો બનાવી કોમી એકતા વધારવાનો પ્રયાસ કરાયો. કોમી એકતા માટેની આ ક્રિકેટ મેચમાં બંને સમાજના યુવાનોએ ધુંવાદાર બેટિંગ અને અસરકારક બોલિંગ સાથે ચોકા-છક્કા ફટકારી સહુને પ્રભાવિત કર્યા. શ્રી જગન્નાથ મંદિર ખાતે DCP ઝોન-૩ અને સેક્ટર-૧ પોલીસ દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સવારે ૧૦ થી સાંજે ૫ સુધી ચાલેલા આ કેમ્પમાં કુલ ૪૩૫ યુનિટ બ્લડ એકત્રિત કરાયું. આ બ્લડ થેલેસેમિયા પીડિત બાળકોને મફત આપવામાં આવશે. પર્યાવરણ બચાવ માટે “Clean and Green” પહેલ અંતર્ગત સેક્ટર-૧ અને ઝોન-૩ પોલીસ દ્વારા ૧૦૦થી બાલિગ સાથે ચાકા-છક્કા ફટકારા સહુન પ્રભાવિત કર્યા.
શ્રી જગન્નાથ મંદિર ખાતે DCP ઝોન-૩ અને સેક્ટર-૧ પોલીસ દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સવારે ૧૦ થી સાંજે ૫ સુધી ચાલેલા આ કેમ્પમાં કુલ ૪૩૫ યુનિટ બ્લડ એકત્રિત કરાયું. આ બ્લડ થેલેસેમિયા પીડિત બાળકોને મફત આપવામાં આવશે. પર્યાવરણ બચાવ માટે “Clean and Green” પહેલ અંતર્ગત સેક્ટર-૧ અને ઝોન-૩ પોલીસ દ્વારા ૧૦૦થી વધુ EV સ્કૂટરની રેલી કાઢવામાં આવી. મંદિર મહંત દિલીપ દાસજીએ ફ્લેગ ઓફ આપ્યો. પરંપરાગત પેટ્રોલિંગને બદલે EV દ્વારા પ્રદૂષણમુક્ત સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો. નવ નિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રથયાત્રાની સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બંને કોમની એકતા માટે યોજાયેલા સફળ સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા અને ટૂંકા સમયમાં જ પ્રજા, પોલીસ અને મીડિયાનો વિશ્વાસ જીતી લીધો.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
