<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

. બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 8 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો

સવારથી વલસાડ, નવસારી અને છોટા ઉદેપુર જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહી શકે છે. આગાહી અનુરુપ આજે સવારથી વલસાડ, નવસારી અને છોટા ઉદેપુર જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 8 તાલુકામાં 1 થી 5 મી,.મી,હળવો વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરમાં 1.9 ઇંચ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરપાડામાં 1.8 ઇંચ, સાગબારામાં 1.5 ઇંચ, જલાલપોરમાં 1.5, ઉકાઇમાં 1.3, વલસાડમાં 1.2, અરેઠમાં 1 અને અંબિકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

(1:53 PM IST)