<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનો ફૂંકાશે જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે.

અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22થી 24 જૂન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. હાલ સાઇક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. જોકે વાદળીયા વાતાવરણ વચ્ચે પણ ગરમીથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા ઓછી છે અને તાપમાન 38થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

(1:06 PM IST)