તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
અમદાવાદ સહીત રાજ્યના ચારેય મહાનગરોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા: તાપમાનનો પારો ઊંચો રહેશે
દક્ષિણ ગુજરાતમાં હળવોથી ધોધમાર વરસાદ થઇ શકે: આગામી 48 કલાકમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ શકે

અમદાવાદ : વરસાદની આ પેટર્ન અનસુાર, ચોમાસું 23 જૂન 2026 એટલે કે આજે દક્ષિણ ગુજરાત નજીક પહોંચી શકે છે. જેના પગલે દક્ષિણ ગુજરાતમાં હળવોથી ધોધમાર વરસાદ થઇ શકે છે. 24 જૂન કે 25 જૂનના રોજ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ શકે છે.
દરમિયાન અમદાવાદ સહીત રાજ્યના ચરિયુ મહાનગરોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે , અમદાવાદમાં આજે ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાઈ શકે છે. ગઇકાલે 22 જૂન 2026ના રોજ
આજે રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાઇ શકે છે.
આજે સુરતમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાઇ શકે છે.
આજે વડોદરામાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાઇ શકે છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
