<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં આગામી છ દિવસ સુધી સામાન્ય વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 20 જૂનથી 26 જૂન દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

  ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની સંભાવના છે.

(6:57 PM IST)