<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો:સૌથી વધુ કચ્છના માંડવીમાં 7 ઇંચ ખાબક્યો

મુંદ્રામાં 1.6 ઇંચ, ભુજમાં 1.3 ઇંચ, સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદ :ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ આજે પણ સવારથી મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમજરન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા વરસાદના લેસ્ટેટ આંકડા જોઇએ તો આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ માંડવી(કચ્છ) તાલુકામાં વરસ્યો છે. આ ઉપરાંત મુંદ્રામાં 1.6 ઇંચ, ભુજમાં 1.3 ઇંચ, સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

 

 

આજે છેલ્લા બે કલાકમાં એટલે કે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 24 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં માંડવી(કચ્છ) 19 મિ.મી., સુરત શહેરમાં 14 મિ.મી., નખત્રાણામાં 11 મિ.મી. વરસાદ નોંધાયો છે.

 

 

આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. અહીં નીચે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો તેની વિગતો આપવામાં આવી છે.

(1:21 PM IST)