તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 126.64 મીટર પર પહોંચી
છેલ્લા 24 કલાકમાં જળસ્તરમાં 18 સેમીનો વધારો થતા હાલ ડેમમાં 6,151.77 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદ : ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી 28,171 ક્યુસેક પાણીની આવક સરદાર સરોવર ડેમમાં થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી આજે સવારે 10 વાગ્યે 126.64 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જળસ્તરમાં 18 સેમીનો વધારો થતા હાલ ડેમમાં 6,151.77 MCM પાણીનો જથ્થો છે, જે કુલ સંગ્રહ શક્તિના 65.03 ટકા જેટલો થાય છે. તંત્ર દ્વારા કેનાલ અને નદીમાં મળીને કુલ 8,046 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
