News of Friday, 27th November 2026
ગીર સોમનાથના શુંગાળા ગામે દીપડાનો આતંક :સીંગોડા નદીના કાંઠે એક શ્રમિક યુવક પર હુમલો કર્યો
શ્રમિક યુવકના ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી :વનવિભાગે છ અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવ્યાં

ગીર સોમનાથના શુંગાળા ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. સીંગોડા નદીના કાંઠે એક શ્રમિક યુવક પર દીપડાએ અચાનક હુમલો કરતાં તેને ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલાની ઘટનાને પગલે સ્થાનિક શ્રમિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડાને પકડવા માટે વનવિભાગે છ અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવ્યાં છે. જોકે, દીપડાના સતત ભયને કારણે ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને શ્રમિકોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતોએ વનવિભાગ સમક્ષ દીપડાને વહેલી તકે પકડી અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની માગ કરી છે. બીજી તરફ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
