News of Thursday, 26th November 2026
ભરૂચમાં GNFCની રેસિડેન્સિયલ ટાઉનશિપમાં રહેણાક વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો આખરે પાંજરે પૂરાયો
પાંચ દિવસ બાદ દીપડો પકડાઈ ગયો : દીપડો પાંજરે પૂરાતાં સ્થાનિક રહિશોએ રાહતનો શ્વાસ લીધો

ભરૂચમાં GNFCની રેસિડેન્સિયલ ટાઉનશિપમાં રહેણાક વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો આખરે પાંજરે પૂરાયો છે. છેલ્લા પાંચ દિવસથી દીપડો રહેણાક વિસ્તારમાં જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડાની અવરજવરને પગલે સ્થાનિકો સતત ફફડાટમાં હતા. દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પાંચ દિવસ બાદ દીપડો પકડાઈ ગયો છે. દીપડો પાંજરે પૂરાતાં સ્થાનિક રહિશોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ, દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
