<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

નર્મદાના ડેડીયાપાડામાં કુનબાર ઈકો ટુરિઝમ નજીક ખેતરના કૂવામાં દીપડો ખાબક્યો

વનકર્મીઓએ ભારે જહેમત બાદ દીપડાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો:રેસ્ક્યૂ બાદ દીપડાની તબીબી તપાસ

નર્મદાઃ ડેડીયાપાડામાં કુનબાર ઈકો ટુરિઝમ નજીક ખેતરના કૂવામાં દીપડો ખાબક્યો હતો. ઈકો ટુરિઝમ પાસે આવેલા ખેતરના કૂવામાં દીપડો પડ્યો હોવાની જાણ થતાં ખેડૂતે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. માહિતી મળતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. વનકર્મીઓએ ભારે જહેમત બાદ દીપડાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો હતો. રેસ્ક્યૂ બાદ દીપડાની તબીબી તપાસ કરવામાં આવી હતી. દીપડાની સ્થિતિની તપાસ કર્યા બાદ વનવિભાગ દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર રેસ્ક્યૂ કામગીરી દરમિયાન વનવિભાગની ટીમે તકેદારી રાખી દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

(6:08 PM IST)