<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

વડોદરાના વાઘોડિયાના ફલોડ ગામે રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસ્યો : બે આધેડ પર હિંસક હુમલો કર્યો : ગ્રામજનોમાં ફફડાટ

લોકોનું ટોળું ધસી આવતા દીપડો બંને આધેડને લોહીલુહાણ હાલતમાં છોડીને નજીકની નદી તરફ ભાગી છૂટ્યો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે દીપડો રહેણાંક વિસ્તાર નજીક ધસી આવતાં અને બે આધેડ વયના પુરુષો પર હિંસક હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, દીપડાએ અચાનક કરેલા આ હુમલા દરમિયાન ભોગ બનનારાઓએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસથી ગ્રામજનોનો મોટો કાફલો લાકડીઓ લઈને દોડી આવ્યો હતો. લોકોનું ટોળું ધસી આવતા દીપડો બંને આધેડને લોહીલુહાણ હાલતમાં છોડીને નજીકની નદી તરફ ભાગી છૂટ્યો હતો. 

 આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બંને આધેડોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વન્યજીવ ગામમાં ઘૂસી આવવાની આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(10:49 PM IST)