News of Saturday, 25th April 2026
રાજપીપળામાં બાઇક પર રૂ.1.40 લાખ ભરેલી બેગ મૂકી હોટલમાં જમવા ગયા અને બેગ ચોરી થઈ
રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર ને શોધવા ચક્રો ગતિમાન કર્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળામાં બનેલી ચોરીની ઘટનામા ફરિયાદ આપનારના રૂપિયા ચોરી થતા પોલીસ ફરિયાદ આપી છે
મળતી વિગતો અનુસાર શૈલેષભાઇ બુધીયાભાઇ મોહનભાઇ વસાવા (રહે.ભુછાડ નવી વસાહત તા.નાંદોદ જી- નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ રાજપીપલા છોટુભાઇ પુરાણી શાળાની સામે આવેલ રોયલ તવાફાય નોનવેજની હોટલ માં જમવા સારૂ ગયેલ અને હોટલ બહાર પોતાની મોટરસાયકલ મુકી મોટર સાયકલ ઉપર પોતાની પાસેના રોકડા રૂપિયા ૧,૪૦,૦૦૦/- મુકેલ બેગ મુકી જમવા હોટલમા ગયેલ અને જમીને પરત આવેલ તે સમયગાળા દરમિયાન રોકડા રૂપિયા ૧,૪૦,૦૦૦/- મુકેલ બેગ મોટરસાયકલ ઉપરથી કોઇ અજાણયો ચોર ચોરી કરી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
