<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લીનાબેન નિનામાનું અવસાન : રાજકારણમાં શોકનો માહોલ

સાબરકાંઠાના વિજયનગર બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન; મતદાન મોકૂફ રાખવા ચૂંટણી પંચ નિર્ણય લે તેવી શક્યતા

(વિજયનગર/સાબરકાંઠા, તા.17 : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લીનાબેન નિનામાનું અવસાન થતા રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ છવાયો છે. લીનાબેન નિનામા આગામી ચૂંટણી માટે ભાજપના સત્તાવાર ઉમેદવાર જાહેર થયા હતા.

 

ઉમેદવારના અચાનક નિધનને પગલે વિજયનગર બેઠક પરનું મતદાન મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચના નિયમો મુજબ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના ઉમેદવારનું મતદાન પહેલા અવસાન થાય તો તે બેઠકની ચૂંટણી મોકૂફ રાખી નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

 

ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ લીનાબેન નિનામાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વિજયનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા હવે આ બેઠક માટે નવી તારીખો જાહેર કરવામાં આવશે અને ભાજપ નવા ઉમેદવારની પસંદગી કરશે.

 

નોંધનીય છે કે અગાઉ પણ સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

(4:31 PM IST)