તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
તિલકવાડા પો.સ્ટે.ના પ્રોહી.ના ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા.
છોટા ઉદેપુર ખાતે આવતો હોવાની બાતમી ના આધારે તપાસ ક૨તા આ આરોપી મળી આવતા ઝડપી લેવાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી ક૨વા આપેલ સૂચના ના આધારે આર.જી. ચૌધરી પો.ઈન્સ. એલ.સી.બી, નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ખાનગી બાતમીદાર મા૨ફતે બાતમી મેળવેલ કે તિલકવાડા પો.સ્ટે. ના પ્રોહી. ના ગુનાના આરોપી પિન્ટુભાઈ ગમસિંગ તોમ૨ (૨હે. ચોહાજી, પટેલ ફળીયું, પો. અમ્બાડેરી, તા.જી. જામ્બુવા (મધ્ય પ્રદેશ)નાઓ ધરપકડ ટાળવા સારુ નાસ્તા ફરતા હોય જે છોટા ઉદેપુર ખાતે આવતો હોવાની બાતમી ના આધારે તપાસ ક૨તા આ આરોપી મળી આવતા તેને પકડી તિલકવાડા પો.સ્ટે. સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
