<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ડેડીયાપાડા પો.સ્ટે.ના પ્રોહી.ના ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા.

બાતમીના આધારે તપાસ કરતા આ આરોપી મળી આવતા પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી ક૨વા આપેલ સૂચના આધારે આર.જી. ચૌધરી પો.ઈન્સ. એલ.સી.બી, નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવેલ કે ડેડીયાપાડા પો.સ્ટે. ના પ્રોહી. ગુનાના આરોપી હર્ષલ મદન ચૌધરી (રહે.બાગવાન ગલી, સાકરીનાકા, નંદુરબાર, જી. નંદુરબાર(મહારાષ્ટ્ર) ના છેલ્લા ઘણા સમયથી ધરપકડ ટાળવા સારુ નાસ્તા ફરતા હોય જે ધનસેરાચેક પોસ્ટ બાજુ આવતો હોય જે બાતમીના આધારે તપાસ કરતા આ આરોપી મળી આવતા પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:04 AM IST)