તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
આણંદમાં સોનાની ચેઈન લૂંટ ગુન્હાનો LCBએ માત્ર 24 કલાકમાં ઉકેલ્યો :2 આરોપીઓને દબોચી લીધો
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી સોનાની ચેઇનના બે ટુકડા, ગુનામાં વપરાયેલ બાઈક અને મોબાઇલ મળી કુલ અંદાજે 3 લાખ 95 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

પરંતુ આણંદ એલસીબીની બે ટીમ અને આણંદ ટાઉન પોલીસની એક ટીમે માત્ર 24 કલાકની અંદર આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાયેલી સોનાની ચેઇનના બે ટુકડા, ગુનામાં વપરાયેલ બાઈક અને મોબાઇલ મળી કુલ અંદાજે 3 લાખ 95 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાસ વાત એ છે કે ઝડપાયેલ આરોપીઓ પૈકી એક સામે અગાઉ પણ ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
ગત 28 જૂનની રાત્રે આણંદના 100 ફૂટ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે ફરીયાદી મહિલા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ગળામાં પહેરેલી આશરે પાંચ ગ્રામ વજનની સોનાની ચેઇન ઝૂંટવી પળવારમાં ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આણંદ એલસીબીની બે ટીમ અને આણંદ ટાઉન પોલીસની એક ટીમે સંયુક્ત તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારોના અસંખ્ય CCTV કેમેરા ચકાસ્યા, ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. સતત 24 કલાક સુધી ચાલેલી તપાસ બાદ પોલીસે બે શંકાસ્પદોને ઝડપી લીધા. પૂછપરછ દરમિયાન બંનેએ ચેઇન સ્નેચિંગનો ગુનો કબૂલતા પોલીસે તેમની પાસેથી સોનાની ચેઇનના બે ટુકડા, ગુનામાં વપરાયેલી હીરો કંપનીની HF Deluxe બાઈક (GJ-07-FC-8487) અને એક મોબાઇલ ફોન મળી કુલ અંદાજે ₹3.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ તુષાર સુંદરલાલ વિશ્વકર્મા અને રાજેશભાઈ ઉર્ફે રોકેશભાઈ સરસૈયા તરીકે થઈ છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે રાજેશભાઈ સામે અમદાવાદ અને ખેડા જિલ્લામાં અગાઉ પણ ચેઇન સ્નેચિંગ તથા વાહન ચોરીના ત્રણથી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ બંનેએ અન્ય ક્યાં ક્યાં વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચર્યા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
