News of Thursday, 7th May 2026
સુરતજિલ્લાના એક્સપ્રેસ-વે પરથી 42 લાખનો દારૂ એલ સી બી એ ઝડપ્યો
ટાટા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક મુંબઈ અને વલસાડ થઈ ખારેલ એક્સપ્રેસ-વે પરથી વડોદરા તરફ જઈ ટાટા ટ્રકમાં કુલ રૂ. 52.14 લાખનો મુદ્દામાલ જિલ્લા પોલીસે જપ્ત, એક આરોપીની ધરપકડ

સુરત જિલ્લાના મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ-વે પરથી રૂ. 42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો સુરત ગ્રામ્ય LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹52.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરાઈ છે.સુરત જિલ્લા એસ પી રાજેશ ગઢિયા દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલી અભિયાન અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને આ સફળતા મળી છે.
LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. મસાણીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક મુંબઈ અને વલસાડ થઈ ખારેલ એક્સપ્રેસ-વે પરથી વડોદરા તરફ જઈ રહ્યો હતો.
આ બાતમીના આધારે પોલીસે અમલસાડી ગામ પાસે એક્સપ્રેસ-વે નંબર-4 પર નાકાબંધી કરી હતી. શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાંથી વોડકાની 6,720 બાટલીઓ મળી આવી હતી.
પોલીસે ટ્રક ચાલક લાદુરામ રામરખરામ બિશ્નોઈ (ઉં.વ. 29)( રહે. જોધપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આ ગુનામાં દારૂનો જથ્થો ભરાવનાર દિનેશ વ્યાસ અને રાજકોટનો એક અજાણ્યો શખ્સ વોન્ટેડ જાહેર કરાયા છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹42,06,720 ની કિંમતની 6,720 વોડકાની બોટલો, ₹10,00,000 ની કિંમતનો ટાટા ટ્રક અને ₹8,200 રોકડ તથા મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ ₹52,14,920 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પલસાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
