તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 10th October 2026
ભાડા વિધેયકના વિરોધમાં અમદાવાદની કોર્ટોમાં વકીલોની હડતાલ યથાવતઃ બીજા દિવસે પણ અદાલતોની કામગીરી ઠપ્પ
કાયદા સચિવ સહિતના અધિકારીઓ સાથે કમિટિના સભ્યોની મીટીંગ યોજાઇ

અમદાવાદ, તા. ૧૦: ગુજરાત સરકારના વિવાદાસ્પદ એવા નવા ભાડા વિધાયક-૨૦૨૬ના વિરોધમાં સરકારની કોર્ટોને જ્યુડિશિયલ પાવર પાછા આપવાની ખાતરી અપાયા બાદ કેટલીક નારાજગીને લઇ અમદાવાદની કોર્ટોમાં ૧૦મી ઓકટોબર સુધી હડતાળનું એલાન અપાયું છે, તેમાં રાજયના ૧૦ થી વધુ વકીલમંડળો ખુલ્લુ સમર્થન જાહેર કરી જોડાઈ ગયા હતા અને તેમણે પણ હડતાળ પાડી હતી. અમદાવાદની કોર્ટોમાં આજે સતત બીજા દિવસે પણ કોર્ટ કામગીરી બિલકુલ ઠપ રહી હતી. બીજીબાજુ, નવા ભાડા વિધયેકના વિવાદનું નિરાકરણ લાવવા રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટી અને કાયદા સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કમિટી તરફથી સૂચનો અને સૂચિત ખરડાની કોપી રજૂ કરાયા હતા. જેને પગલે હવે રાજ્ય સરકાર ટૂંક સમયમાં વટહુકમ મારફતે સુધારેલુ ગુજરાત ભાડા વિધેયક લાવે તેવી શક્યતા છે.
ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજયભરની કોર્ટોમાં વકીલોની હડતાળ સરકાર સાથેના સમાધાન બાદ સમેટાઈ તો ગઇ છે પરંતુ અમદાવાદની કોર્ટોમાં અમુક બાબતોને લઈ અહમ્ અને મમતનો પ્રશ્ન બનતાં તા. ૧૦મી સુધી ફરી હડતાળનું એલાન અપાયું છે.
હડતાળના આ એલાનમાં આજે મહેસાણા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ધોળકા, ખંભાત, સુરત-ઓલપાડ સહિત ૧૫થી વધુ વકીલમંડળો માજે ખુલ્લો ટેકો જાહેર કરી હડતાળમાં જેડાયા હતા અને કોર્ટ કામગીરીથી અળગા રહ્યા હતા. મહેસાણામાં તો રોષે ભરાવેલા વકીલોએ પૂતળાદહનનો કાર્યક્રમ્ યોજયો હતો તો, સાબરકાંઠા હિંમતનગરમાં વકીલોએ વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
અમદાવાદની કોર્ટોમાં જોઈએ તો, ઘી કાંટા ફોજદારી કોર્ટમાં તાળાબંધી રહેતાં કોઈને પ્રવેશ અપાયો ન હતો. આ જ પ્રકારે ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમીલી કોર્ટો, બોર્ડ ઓફ નોમનીઝ કોર્ટ સહિતની કોર્ટોમાં આજે સતત બીજા દિવસે વકીલોએ કોર્ટ કામકાજથી અળગા રહી કોર્ટ કામકાજ ઠપ્પ રખાવ્યું હતું. આજે સતત બીજા દિવસે પણ કોર્ટ કામગીરી ઠપ્પ રહેતાં આજે પણ હજારો કેસોમાં મુદત પડી ગઈ હતી અને અરજન્ટ કેસોની સુનાવણીને પણ અસર થઈ હતી.
બીજીબાજુ, આજે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન, અમદાવાદ બાર એસોસીએશન અને સ્મોલ કોઝ કોર્ટ એસોસીએશનના જૂના પ્રમુખો સહિતના સભ્યોની કમીટીની રાજયના કાયદા સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેત્રમ બપોરે મહત્ત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કમીટીના સભ્યો તરફથી સરકારના ઙ્કતિનિધિઓને વકીલ આલમ તરફથી સૂચનો અને સૂચિત ખરડાની નકલ આપી તે મુજબ ગુજરાત ભાડા વિધેયકમાં સુધારો કરવા અનુરોધ કર્યો હતો. જેને પગલે કાયદાસચિવ તરફથી આ મામલે સરકારમાં તમામ સૂચનો અને સૂચિત ખરડો રજૂ કરી તેને ધ્યાનમાં લઈ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણ અપાઈ હતી.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
