<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

સુરતમાં ગુજરાત ભાડા વિધેયક-2026ના નવા કાયદા મુદ્દે વકીલોનો વિરોધ યથાવત: કોર્ટનો મુખ્ય ગેટ બંધ કરી કામથી અળગા રહ્યા

- વકીલોએ જણાવ્યું હતું કે, “વહીવટદારો ક્યારેય કાયદાના વિષયનો નિર્ણય લઈ શકે નહીં.”

સુરતમાં ગુજરાત ભાડા વિધેયક-2026ના નવા કાયદા મુદ્દે વકીલોનો વિરોધ યથાવત છે. સુરત જિલ્લા વકીલ મંડળના નિર્ણયને પગલે વકીલોએ કોર્ટના મુખ્ય ગેટને બંધ કરી કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટ બહાર લોકોને અટકાવી વકીલોએ નવા ભાડા વિધેયક સામે રોષ વ્યક્ત કર્યો હતો.

  વકીલોનો દાવો છે કે આ વિરોધ માત્ર વકીલો માટે નહીં પરંતુ પક્ષકારોના હિતમાં છે અને પક્ષકારોને ઝડપી તથા યોગ્ય ન્યાય મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વકીલોએ જણાવ્યું હતું કે, “વહીવટદારો ક્યારેય કાયદાના વિષયનો નિર્ણય લઈ શકે નહીં.”

(1:12 PM IST)