<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

NEET-UG પરીક્ષા પહેલા કાયદો વ્યવસ્થાની સમીક્ષા:પોલીસવડાની અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક :નાઇટ પેટ્રોલિંગ કરવા સૂચના

સોશિયલ મીડિયા પર અફવા કે અન્ય મુદાઓ પર પણ ખાસ ધ્યાન અપાશે. મકરંદ ચૌહાણને રાજ્યના નોડલ અધિકારો બનાવાયા છે. તમામ કમિશનર, lG, જિલ્લા પોલીસ વડા સાથે બેઠક યોજી

અમદાવાદઃ NEET-UG પરીક્ષા પહેલા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. પોલીસવડાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 19 થી 21 જૂન સુધી નાઇટ પેટ્રોલિંગ કરવા સૂચના અપાઈ છે. સોશિયલ મીડિયા પર અફવા કે અન્ય મુદાઓ પર પણ ખાસ ધ્યાન અપાશે. મકરંદ ચૌહાણને રાજ્યના નોડલ અધિકારો બનાવાયા છે. તમામ કમિશનર, lG, જિલ્લા પોલીસ વડા સાથે બેઠક યોજી હતી. NEETની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાય તેના માટે સૂચના આપી છે. પરીક્ષા કેન્દ્રો પર પૂરતો બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રોની આપસાસના ઝેરોક્ષ, ફોટોકોપી કેન્દ્રો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર પ્રતિબંધિત વસ્તુઓ જમા કરાવવા અલગ વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.

(6:23 PM IST)