તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
રાજપીપળા કરજણ નદી કિનારે આવેલ ધોબીશાલ પર્યટકોનું આકષર્ણ બન્યું
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખળખળ વહેતુ કરજણ નદીના ઠંડા પાણીમાં પ્રવાસીઓ સ્નાનની મઝામાણી રહ્યા છે.સાથે અહીં સ્થાનિકોની રોજગારી પણ ઉભી થઇ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યારે લોકો ઠંડક મેળવવા કુદરતના ખોળે જઈ રહ્યા છે.
નર્મદા જિલ્લો પ્રકૃતિથી ભરપૂર છે, જ્યાં ઉનાળામાં પણ ઠંડકનો અહેસાસ થાય છે. રાજપીપળા શહેરમાં કરજણ નદીના કિનારે આવેલો'ધોબીશાલ' વિસ્તાર હાલ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ પિકનિક પોઈન્ટ બની ગયો છે. અહીં નદી એક સુંદર ઝરણાની જેમ વહે છે, જેનો નજારો અને ઠંડક સહેલાણીઓને મંત્રમુગ્ધ કરી દે છે આ કરજણ નદી નો ઓવારો એક પિકનિક પોઇન્ટ પણ બની રહ્યો છે.નર્મદા જિલ્લો નેચરથી ભરપૂર છે પરંતુ ઉનળામાં પ્રવાસીઓ ગરમીને કારણે ઓછા થઇ જાય છે. આવા ધોબીશાલ, ધાણીખુટ, વીશાલખાડી, માંડણ જેવા સ્થળો ખુબ ઠંકડ આપે છે અને પ્રવાસીઓ ખુબ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. કરજણ નદીના વહેતા પાણીમાં નાહવાની મજા કઈ અલગ આવે છે. અને સાંજે સનસેટ જોવાની પણ ખુબ મજા પડે છે. અહીં શાજે 5 વાગ્યા બાદ શહેર વાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય અહીંના સ્થાનિકો પણ પોતાની રોજાગરી ઉભી કરી રહ્યા છે કોઈ પાપડીનું ખીચુ વેચે તો કોઈ મકાઈ અનેક નાસ્તા અહીં મળતા પોતાના બાળકોને લઈ આવતા સ્થાનિકો પણ હવે સરકાર પાસે અપેક્ષા રાખે છેકે અહીં પીકનીક પોઇન્ટ વિકસાવે
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
