<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ગત વર્ષથી ચાલુ વર્ષમાં પોલિસ પર હુમલા સમયે ૧૮ વખત પોલીસ દ્વારા ફાયરિંગ

ખબરદાર : ખુલ્લે આમ ગુંડાગીરી કરી, પોલિસને ભાજી મૂળા સમજવાની ભૂલ ન કરતા, લુખ્‍ખા તત્‍વોને તેમની ઔકાત બતાવી દેવા નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા છૂટો દોર અપાયો છે : જરૂર જણાયે ઓપરેશન લંગડા, પોલીસ પર જીવલેણ ઘાતક હથિયારોથી હુમલા, ફેંસલા ઓન ઘ સ્‍પોટ, પોલીસની સર્વિસ રિવોલ્‍વર તુરંત છેલ્લા શ્વાસ જેવી સ્‍થિતિ લાવે છેઃ આ નવુ ગુજરાત મોડેલ, ચોક્કસ ઘટનાઓ પગલે, પોલીસ તંત્રની લાચાર સ્‍થિતિ દુર થઈ રહેલ હોવાની વાતો, માત્ર કાલ્‍પનિક વાર્તા નહિ, પણ સત્‍ય કથાના આ રહ્યા પુરાવા

રાજકોટ, તા.,૨૨:  આણંદ પંથકમાં જેનો ભૂતકાળ પણ ધ્રુણાસ્‍પદ બાબતોથી ખરડાયેલ તેવા શખ્‍સ દ્વારા સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી, બળાત્‍કાર, હત્‍યાં ના માંમલાના આરોપી સુરેશ પરમારે રી કન્‍સ્‍ટ્રકસન દરમિયાન છુપાવેલ ચપ્‍પાથી પોલીસ પર જીવલેણ હુમલો કરતા, psi ઇન્‍દ્રજીતસિંહ રાણાએ સ્‍ટાફ અને સ્‍વ બચાવમાં ગોળીઓ છોડીને ઢીમ ઢાળી દીધું. નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ચોખ્‍ખું અને ચટ્ટ રીતે કહેવાયું છે કે, માસુમ બાળકીઓ સાથે દુષ્‍કર્મ, હત્‍યાં અને પોલિસ પર ચપ્‍પા વડે હુમલો કરવો તે ગુજરાત સરકારમાં નહિ ચાલે. અમે સામાન્‍ય લોકોને પીડતા લુખ્‍ખા તત્‍વોની આગાવી ઢબે સરભરા કરવા છૂટો દોર આપ્‍યો છે.

હર્ષભાઈની આ વાત ફક્‍ત કહેવા પૂરતી નહિ, પણ ગુજરાતનું ખરા અર્થમાં નવું મોડેલ હોવાનું આ પ્રકારની ઘટનાઓ ઉપર દૃષ્ટિ કરવાથી જરૂર ખાત્રી થશે.

તા. ૧૬/૦૪/૨૦૨૫ - રાજકોટ શહેર 

આરોપી ટોળા ઉપર ફાયરિંગ. લોકો પથ્‍થરબાજીની વિરુદ્ધમાં હતા ત્‍યારે પોલીસ દ્વારા રોકવા જતા ૧૫૦ થી વધુ માણસોએ રોકાવા પોલીસ પર જીવલેણ હુમલો કરેલ. સ્‍વબચાવ

તા. ૧૯/૦૬/૨૦૨૫ - વલસાડ 

આરોપી અસફાક નાસીર શેખ. ખૂનના આરોપીને પકડવા જતા પોલીસ પર ફરી વળે હુમલો કરેલ. Surat Limbayat police station cr no-1121003525173/2025 bns act 103(1), 118(2) and g.p. act 135,

તા. ૧૯/૦૬/૨૦૨૫ - અમદાવાદ શહેર 

આરોપી સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર. અપહરણ તથા બળાત્‍કારના આરોપી દ્વારા પોલીસની સર્વેલન્‍સ ટીમને જૂંટવવા જતા ફાયરિંગ કરેલ.

તા. ૨૮/૦૬/૨૦૨૫ - ગાંધીનગર 

આરોપી વિપુલ ઉર્ફે લીલો વિષ્‍ણુ પરમાર. ખૂન તથા બળાત્‍કારના આરોપીને ગુનાના કામે રીકન્‍સ્‍ટ્રકશન કરતા સમયે પોલીસની સર્વિસ રિવોલ્‍વર ઝૂંટવી, ફાયરિંગ કરી ભાગવા જતા હુમલા પ્રયાસ, બંદુક દ્વારા મારમારી. એન્‍કાઉન્‍ટર (મળત્‍યુ - ૦૧)

તા. ૦૫/૧૧/૨૦૨૫ - નવસારી 

આરોપી સલમાન ઉર્ફે તસ્‍લીમ સા. સલીમ મીરજા (બ્રેડ). જુદા, ફાયરિંગની બાતમીના આધારે જતા ૧૯ ગુનાના આરોપીએ ધરપકડથી બચવા પોલીસ પર હુમલો કરેલ.

તા. ૧૧/૧૧/૨૦૨૫ - નવસારી 

આરોપી યશસિંહ, રિષભ શર્મા, મનીષ કુમાવત, મદન કુમાવત. બિકોઝ ગેંગના આરોપીઓએ રોકા-હથિયાર ધારણ કરી પોતાની ધરપકડ ટાળવા પોલીસ પર હુમલો કરેલ. સ્‍ટેટ મોનીટરીંગ સેલ

તા. ૦૮/૧૨/૨૦૨૫ - અમદાવાદ શહેર 

આરોપી મુજનુદ્દીન બાદશાહ. દિવ્‍ય મહિલા પર દુષ્‍કર્મ, ગોવર્ધન સહિત સહીતના ૧૩ જેટલા ગંભીર ગુનાના આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે આરોપી દ્વારા પોલીસ સાથે ધસ્‍પાધસ્‍પી કરી ર્આમિંગ ફાયરિંગ કરેલ.

તા. ૧૦/૧૨/૨૦૨૫ - રાજકોટ ગ્રામ્‍ય 

આરોપી રામસીંગ નવઘણભાઈ સાકરીયા. ૩ વર્ષની બાળકી પર દુષ્‍કર્મના આરોપીને પોલીસે કસ્‍ટડીમાંથી ભાગવાનો પ્રયત્‍ન કરી પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા પોલીસ દ્વારા તન પર સ્‍વબચાવમાં ફાયરિંગ કરેલ. Atkot Police station F.I.R. No. 112131092250570/2025

તા. ૧૫/૧૨/૨૦૨૫ - સુરત શહેર 

આરોપી શિવકાંત લલ્લન યાદવ ઉર્ફે શિવા ટટલા. ખૂન કેસના આરોપીને પોલીસ કસ્‍ટડીમાંથી ભાગવાનો છટકે પોલીસ પર પથ્‍થર વડે હુમલો કરી, છટકા પકડાતા પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ. Godadara Police Station FIR No. 11210064251986/2025

તા. ૨૦/૧૨/૨૦૨૫ - ગાંધીનગર 

આરોપી રામગીરત દેવનંદન યાદવ. ૪ વર્ષની બાળકીના બળાત્‍કારના આરોપીને ગુનાના કામે રીકન્‍સ્‍ટ્રકશન કરતા સમયે, ભાગવાનો પ્રયત્‍ન કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ.

તા. ૩૦/૧૨/૨૦૨૫ - સુરેન્‍દ્રનગર 

આરોપી દિવ્‍યરાજસિંહ ઉર્ફે ધ્રુવ શીવલાભ જોરાણા. સયોજીમ, મામલાનો જેમાં ૧૩ ગંભીર પ્રકારના ગુનાના આરોપીએ ડિસ્‍કવરી પંચનામા સમયે પોલીસ પર છરી વડે હુમલો કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ.

તા. ૩૦/૧૨/૨૦૨૫ - દાહોદ 

આરોપી અશોક પુનારામ ખન્‍વાર. બિકોઝ ગેંગના આરોપી તથા પ્રોહીબીશન ગુનાના આરોપીએ પોતાની ધરપકડ ટાળવા અને આભી જગ્‍યાએ છટકી પોલીસ પર જીવલેણ હુમલો કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ. સ્‍ટેટ મોનીટરીંગ સેલ

તા. ૧૩/૦૩/૨૦૨૫ - અરવલ્લી 

આરોપી Sukhkhilal alias Shakaji alias Shankar S/o Ruptal, Jato- Dungi(Patel). પ્રોહીબીશન કેસના આરોપીને રાજસ્‍થાનથી ગુજરાતમાં લાવતા સમયે ગાડીથી પોલીસ પર જીવલેણ હુમલો કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ. સ્‍ટેટ મોનીટરીંગ સેલ 

State Monitoring Cell, Gujarat State, Gandhinagar Police station G.R.N. 11995001250027/2025. The Gujarat Terrorism and Organized Crime Control Act-2015 accused of the act under section: 3(1)(2), 3(2), 3(4) and 3(5)

તા. ૦૩/૦૪/૨૦૨૫ - દેવભૂમિ દ્વારકા 

આરોપી ટોળું. ધાર્મિક રેલી દરમિયાન ઉશ્‍કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્‍થરમારો કરતા પોલીસે પરિસ્‍થિતિને કાબુમાં લેવા ફાયરિંગ કરેલ. Dwarka Police Station Part - A FIR No. 11188002260659/ 2026 A case has been registered on 08/05/2026 under sections 121(1), 121(2), 122(1), 221, 224, 132 57, 189(1), 189(2), 190, 191(2), 324(3), 324(4), 352, 351(3) of the BNS, 2023.

તા. ૦૬/૦૪/૨૦૨૫ - સુરત ગ્રામ્‍ય 

આરોપી Subham Kumar s/o Ajit Thakur. આરોપીએ ગુનાના કામે ડિસ્‍કવરી પંચનામા સમયે પોતાની પાસે સંતાડી રાખેલ પિસ્‍તોલ વડે હુમલો કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ. Surat City Vanachhaa Police Station http://C.r.no-1121006026 0906/2026 under sections 310(2), 311,127(2) of the BNS - 2023 and arms act.- 25(1)(a)

તા. ૧૧/૦૪/૨૦૨૫ - સુરત શહેર 

આરોપી રાહુલકુમાર સરતાનાથ જોગી. નાસતા ફરતા ખૂનના આરોપીને પોલીસે પકડવા જતા પોતાની ધરપકડ ટાળવા આરોપી દ્વારા પોલીસ પર હુમલો કરી, છટકા પકડાયા. પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ. Limbayat Police Station C.R. No. 11210025262110/2026 registered under Sections 103(1), 118(1), and 296(b)

તા. ૨૪/૦૫/૨૦૨૫ - અમદાવાદ શહેર 

આરોપી ધર્મલસિંહ અલિયાસ ઉર્ફે ધમ્‍મો. હત્‍યા અને ખંડણી જેવા નાબીર ગુનાના આરોપીને પકડવા જતા પોલીસ પર હુમલો કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ.

તા. ૨૦/૦૩/૨૦૨૫ - આણંદ 

આરોપી સુરેશભાઈ વિઠ્ઠલભાઈ પરમાર. ૪ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્‍કર્મ કરી તેનું મળત્‍યુ નીપજાવનાર આરોપીની ધરપકડ કરી લઈ જતા સમયે તેણે પોલીસ પર છરી વડે હુમલો કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરેલ. એન્‍કાઉન્‍ટર (મળત્‍યુ - ૦૧)

 

(2:12 PM IST)