News of Wednesday, 16th September 2026
ગુજરાત ભાજપમાં મોટા પાયે સંગઠનાત્મક નિમણૂંકો જાહેર : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવા જિલ્લા પ્રભારીઓ, કારોબારી સભ્યો અને સેલ સંકુલ યોજનાના ઝોન વાઇઝ સહ પ્રભારીઓની નિમણૂંક : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટએ સંગઠનાત્મક યાદી જાહેર કરી : તાત્કાલિક અસરથી તમામ પદાધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા મોટા પાયે સંગઠનાત્મક નિમણૂંકો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરવામાં આવેલી આ યાદી મુજબ તાત્કાલિક અસરથી તમામ નિમાયેલા હોદ્દેદારોને તેમની નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જિલ્લા અને મહાનગરના નવા ભાજપ પ્રભારીઓ:
પ્રદેશ પ્રમુખ દ્વારા વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં નીચે મુજબના પદાધિકારીઓની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે:
* આણંદ: રાજેન્દ્રભાઈ ત્રિવેદી (નિવાસી: વડોદરા શહેર)
* નર્મદા: ડો. મુકેશભાઈ રાઠવા (નિવાસી: છોટા ઉદેપુર)
* દાહોદ: શશિકાંતભાઈ પંડ્યા (નિવાસી: બનાસકાંઠા)
* ગીર સોમનાથ: શરદભાઈ લાખાણી (નિવાસી: અમરેલી)
* મહીસાગર: વિશાલભાઈ ભરવાડ (નિવાસી: કર્ણાવતી)
* ડાંગ: શિલ્પેશભાઈ દેસાઈ (નિવાસી: વલસાડ)
પ્રદેશ કારોબારીના નવા સભ્યોની નિયુક્તિ:
પ્રદેશ કારોબારીના વિવિધ સભ્યોને અન્ય સંગઠનાત્મક જવાબદારીઓ મળવાના કારણે ખાલી પડેલી જગ્યાઓ પર ૧૧ નવા કાર્યકર્તાઓની પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ યાદીમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી (વડોદરા શહેર), ડો. મુકેશભાઈ રાઠવા (છોટા ઉદેપુર), શરદભાઈ લાખાણી (અમરેલી), કિશોરભાઈ ગાવિત (ડાંગ), મનિષભાઈ પટેલ (કર્ણાવતી), અરૂણાબેન ચૌધરી (ગાંધીનગર જિલ્લો), શિલ્પેશભાઈ દેસાઈ (વલસાડ), વિશાલભાઈ ભરવાડ (કર્ણાવતી), નંદિતાબેન ઠાકુર (ખેડા), ડો. જાનકીબેન આચાર્ય (કર્ણાવતી) અને કનુભાઈ અરવિંદભાઈ પટેલ (મહેસાણા) નો સમાવેશ થાય છે.
વિવિધ સેલ સંકુલ યોજના માટે ઝોન વાઇઝ સહ પ્રભારીઓ:
પ્રદેશના વિવિધ સેલ સંકુલ યોજના માટે ઝોન મુજબના સહ પ્રભારીઓની પણ જાહેરાત કરવામાં આવી છે:
* દક્ષિણ ઝોન: રાજેશભાઈ દેસાઈ (સુરત શહેર)
* મધ્ય ઝોન: રજુભાઈ પટેલ - માસ્તર (કર્ણાવતી)
* ઉત્તર ઝોન: હાર્દિકસિંહ ડોડિયા (અમદાવાદ જિલ્લો)
* સૌરાષ્ટ્ર ઝોન: ડો. જાનકીબેન આચાર્ય (કર્ણાવતી)
પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી આ સંગઠનાત્મક નિમણૂંકોની સત્તાવાર જાહેરાત કરીને નવા નિયુક્ત પદાધિકારીઓને સંગઠન હિતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
