તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
વડોદરા જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલીના હુકમ : 279 કર્મીઓની ટ્રાન્સફર કરાઈ
એલસીબી, એસઓજી, ટ્રાફિક, એમઓબી, રીડર શાખા સહિત 14 પોલીસ મથકોના જવાનોની બદલી કરાઈ

વડોદરા જિલ્લા પોલીસ વહીવત દ્વારા વ્યાપક આંતરિક બદલીઓના ભાગરૂપે ૨૭૯ પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે。વહીવટી કારણોસર લેવાયેલા આ નિર્ણયમાં જિલ્લાના એલસીબી, એસઓજી, ટ્રાફિક, એમઓબી અને રીડર શાખા સહિત ૧૪ પોલીસ મથકોના જવાનોને અન્યત્ર ફરજ સોંપવામાં આવી છે
વડોદરા જિલ્લા પોલીસ વડા (SP) સુશીલ અગ્રવાલ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક બદલીના આદેશ જારી કરીને એકસાથે ૨૭૯ પોલીસ કર્મચારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરીમાં પરિવર્તન લાવવા માટે આ સામૂહિક બદલીઓ કરવામાં આવી છે.
જિલ્લાના વિવિધ ૧૪ પોલીસ સ્ટેશન હેઠળના જવાનોની આંતરિક બદલી કરવામાં આવી છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ટ્રાફિક શાખા, MOB અને રીડર શાખા જેવી મહત્વની એજન્સીઓના કર્મચારીઓની મોટા પાયે અદલાબદલી કરાઈ છે.
આ આદેશમાં એએસઆઈ (ASI), હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને લોકરક્ષક (LRD) કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે
તમામ બદલી પામેલા પોલીસ જવાનોને કોઈ પણ પ્રકારના પત્રવ્યવહાર કે વિલંબ વિના તાત્કાલિક અસરથી નવી નિયુક્તિવાળી જગ્યાએ હાજર થવા માટે કડક સૂચના આપવામાં આવી છે
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
